2000 કરોડના ડ્રગ્સ કેસમાં પોલીસે મમતા કુલકર્ણીને બનાવી આરોપી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇઃ થાણે પોલીસે શનિવારે (18 જૂન) સ્પષ્ટ કર્યું કે બે હજાર કરોડ રૂપિયાના ડ્રગ્સ રેકેટ કેસમાં બોલિવૂડ એક્ટ્રેસ રહી ચૂકેલી મમતા કુલકર્ણી પોતાના કથિત પતિ વિકી ગોસ્વામી સાથે આરોપી છે. પોલીસે કહ્યું કે મમતા વિરુદ્ધ ધરપકડ કરાયેલા આરોપીઓએ નિવેદન આપ્યું છે. મમતા કુલકર્ણીના બેંક એકાઉન્ટની પણ થશે તપાસ...
- થાણે પોલીસે જણાવ્યું હતું કે,'નવા સબૂતો મુજબ મમતા કુલકર્ણી પણ આરોપી છે. અમે ઇન્ટરપોલને વિનંતી કરી છે કે તેની સામે CBI દ્વારા રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવે. અમે તેના બેંક અકાઉન્ટ અને રોકાણની પણ તપાસ કરી રહ્યા છીએ.'
- તેમણે એ પણ કહ્યું કે, 'અમે 164 સાક્ષીઓના સ્ટેટમેન્ટ રેકોર્ડ કર્યા છે. એ સ્ટેટમેન્ટના આધારે અમે મમતા કુલકર્ણીને આરોપી બનાવી છે. ડ્રગ માફિયા અબ્દુલ્લાહ પણ કેન્યા મીટિંગમાં હતો.'
- જ્યારે અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે,'મમતા કુલકર્ણી અને વિકી ગોસ્વામીના સંપર્કમાં રહેલા કેટલાક બોલિવૂડ સ્ટાર્સની પણ પૂછતાછ થઇ શકે છે.'
- આ કેસમાં અત્યાર સુધી 10 આરોપીઓની ધરપકડ થઇ છે જ્યારે 7 આરોપીઓ હજુ પણ વોન્ટેડ છે.
કેન્યા પોલીસ કસ્ટડીમાં છે વિકી
- મમતા અને તેના કથિત પતિ વિકી ગોસ્વામી સહિત 10 લોકો વિરૂદ્ધ એપ્રિલમાં ડ્રગ્સ સ્મગલિંગનો કેસ દાખલ કરાયો હતો.
- ઇન્ટરનેશનલ માર્કેટમાં પકડાયેલા ડ્રગ કન્સાઇમેન્ટની કિંમત આશરે 2 હજાર કરોડ રૂપિયા જેવી જણાવવામાં આવી હતી.
- વિકી ગોસ્વામીએ પોતે મમતાનો પતિ હોવાનું કહ્યું હતું. પરંતુ મમતાએ એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે તેણે વિકી સાથે લગ્ન કર્યા નથી.
- વિકીની ગત મહિને કેન્યા પોલીસે ધરપકડ કરી હતી અને હાલ તે જેલમાં છે.
- ખાસ વાત તો એકે એપ્રિલમાં જ્યારે વિકીની કેન્યામાં ધરપકડ કરાઇ ત્યારે મુંબઇ પોલીસે સોલાપુરમાં એક ડ્રગ ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો.
કેન્યા પોલીસની કસ્ટડીમાં અન્ય કોણ
- કેન્યામાં ધરપકડ કરાયેલા ચાર લોકોમાં બકતાશ અકાશા પણ છે. જેને કેન્યાનો સૌથી બદનામ ડ્રગ માફિયા માનવામાં આવે છે.
- અન્ય એક ડ્રગ તસ્કર ઇબ્રાહિમ અકાશાના દીકરાની પણ ધરપકડ કરવામાં આવી છે. ઇબ્રાહીમનું અવસાન થઇ ચૂક્યું છે.
- કેન્યાની કોર્ટે વિકીને બકતાશ અકાસાનો ખાસ મદદગાર જણાવ્યો છે.
કઇ ફિલ્મ્સમાં જોવા મળી હતી મમતા કુલકર્ણી
- મમતા આશરે 10 વર્ષથી લાઇમલાઇટથી દૂર છે.
- તેણે 'ઘાતક', 'કરન-અર્જુન' અને 'બાજી' જેવી અનેક બોલિવૂડ ફિલ્મ્સમાં કામ કર્યું છે.
- મમતાએ સ્પિરિચ્યુલિઝમ પર 'ઓટોબાયોગ્રાફી ઓફ અન યોગિન' નામની એક બુક પણ લખી છે.
સોલાપુરમાં શું થયું હતું.
- સોલાપુરમાં એક ફેક્ટરીમાંથી 20 ટન એફેડ્રીન ઝડપાયું હતું. આ ડ્રગને ખરીદવું અને વેંચવું ભારતમાં પ્રતિબંધ છે.
- થાણે પોલીસના જણાવ્યાનુસાર ભારત પોલેન્ડ અને બીજા યુરોપિયન દેશોની ગેંગ કન્સાઇમેન્ટને મુંબઇથી ગુજરાતના રસ્તે ઇસ્ટર્ન યુરોપ મોકલવાની પ્લાનિંગ કરી રહ્યા હતાં.
મમતા પર શક શા માટે?
- થાણે પોલીસના મતે, આ ઇન્ટરનેશનલ રેકેટ છે અને વિકી ગોસ્વામી તેનો મુખ્ય સાગરિત છે. આ જ કારણે મમતા કુલકર્ણીનો શું હાથ છે તેની તપાસ કરવામાં આવી હતી.
- પોલીસના મતે, અમેરિકાની ડ્રગ ઇન્ફેર્સમેન્ટ એજન્સી (ડીઇએ)એ વિકીના ઓપરેશનની જાણકારી આપી હતી જેમાં વિકી પ્રાઇમ સસ્પેક્ટ હતો.
- તપાસમાં એ સામું આવ્યું કે મમતાનો પણ આ રેકેટમાં ઉપયોગ કરવામાં આવે છે.
- ઇન્ટરપોલની એલર્ટ બાદ વિકી કેન્યાથી બહાર જઇ શકતો નથી. આથી તે મમતાને દુબઇ, સિંગાપુર, સાઉથ આફ્રિકા અને યુએસમાં ક્લાઇન્ટને મળવાનું કહેતો હતો.
- મમતા મહારાષ્ટ્રમાં ડ્રગ નેટવર્ક સાથે બિઝનેસ ડીલ પણ કરતી હતી. ઉપરાંત વિકી રૂપિયાની લેવડદેવડ મામલે મમતાના એકાઉન્ટનો ઉપયોગ કરતો હતો.
- આ કપલ હવાલા મારફતે ડ્રગ ડીલની કમાણી બીજા દેશોમાં મોકલતું હતું.
કોણ છે વિકી ગોસ્વામી?
- વિકીનો ડ્રગ ક્રાઇમ ઇતિહાસ ઘણો લાંબો છે.
- તેની 1997માં દુબઇમાં ડ્રગ સ્મગલિંગમાં ધરપકડ કરાઇ હતી. જ્યાં તેને 15 વર્ષની સજા થઇ હતી.
- ત્યારબાદ તે મમતા સાથે કેન્યાની રાજધાની નૈરોબી રહેવા માટે ગયો હતો. કેન્યામાં પણ તેની પર અનેક કેસ ચાલી રહ્યાં છે.
- યુએસ અને થાણે પોલીસને પણ ડ્રગ સ્મગલિંગમાં વિકીની તલાશ છે.
અન્ય સમાચારો પણ છે...