તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડ્રગ્સ ડીલમાં આરોપી એક્ટ્રેસ મમતા કુલકર્ણીએ કહ્યું-વિકી સાથે સંબંધો Spiritual

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હીઃ બે હજાર કરોડ રૂપિયાના ડ્રગ્સ કેસમાં ફસાયેલી મમતા કુલકર્ણીએ આરોપોને ખોટા ગણાવ્યા છે. વોન્ટેડ અને ડ્રગ્સ ડીલના આરોપી વિકી ગોસ્વામી સાથે પોતાના સંબંધોને લઇને બોલિવૂડ એક્ટ્રેસે બુધવારે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે,"તેની સાથે મારા ફિઝીકલ રિલેશન નથી. આધ્યાત્મિક સંબંધો છે. તે ડ્રગ્સ વેચતો નથી. જો તે ડ્રગ્સ વેચતો હોત તો હું તેને મારી નાખત." નોંધનીય છે કે વિકી ડ્રગ્સ ડીલ આરોપમાં દુબઇમાં સજા કાપી ચૂક્યો છે. ગત દિવસોમાં તેની કેન્યામાં ધરપકડ કરવામાં આવી હતી. તો થાણેમાં પોલીસે ડ્રગ્સ ડીલ મામલે વિકી સાથે મમતાને પણ આરોપી બનાવી છે.
મારા એકાઉન્ટમાં માત્ર 25 લાખ, હવે ઇચ્છાઓ મરી ગઇ છે.
-એક ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં મમતાએ બુધવારે કહ્યું,"મારા પર હજારો કરોડની ડ્રગ્સ ડીલમાં સામેલ હોવાનો આરોપ છે."
-"જો તમે મારૂ બેંક સ્ટેટમેન્ટ જોશો તો તમને ખબર પડશે કે તેમાં માત્ર 25 લાખ રૂપિયા જ છે."
-"મારી બધી ઇચ્છાઓ ખતમ થઇ ગઇ છે. મેં 16 વર્ષ તપ કર્યું. ત્યારબાદ મારો આત્મથી સાક્ષાત્કાર થયો."
-જ્યારે તેને સવાલ પૂછવામાં આવ્યો કે તમારી પર થાણેમાં ડ્રગ્સ ડીલીંગ મિટિંગમાં હોવાનો આરોપ છે. આ માટે તે મલેશિયા-દુબઇ જતી હતી? ત્યારે મમતાએ કહ્યું કે-"જો તમે મારો પાસપોર્ટ જોશો તો તેમાં માત્ર કેન્યા અને યુએઇનો વિઝા લાગેલો છે. હું અમેરિકા કે અન્ય જગ્યાએ નથી ગઇ."
-"એક પણ સિંગલ ચેક નથી ગયો. મારા અકાઉન્ટમાં માત્ર 25 લાખ રૂપિયા છે. 2000 કરોડ રૂપિયાની વાત કયાથી આવી"
મમતા પર શું છે આરોપ?
- થાણે પોલીસના મતે, આ ઇન્ટરનેશનલ રેકેટ છે અને વિકી ગોસ્વામી તેનો મુખ્ય સાગરિત છે. આ જ કારણે મમતા કુલકર્ણીનો શું હાથ છે તેની તપાસ કરવામાં આવી હતી.
- પોલીસના મતે, અમેરિકાની ડ્રગ ઇન્ફેર્સમેન્ટ એજન્સી (ડીઇએ)એ વિકીના ઓપરેશનની જાણકારી આપી હતી જેમાં વિકી પ્રાઇમ સસ્પેક્ટ હતો.
- તપાસમાં એ સામું આવ્યું કે મમતાનો પણ આ રેકેટમાં ઉપયોગ કરવામાં આવે છે.
- ઇન્ટરપોલની એલર્ટ બાદ વિકી કેન્યાથી બહાર જઇ શકતો નથી. આથી તે મમતાને દુબઇ, સિંગાપુર, સાઉથ આફ્રિકા અને યુએસમાં ક્લાઇન્ટને મળવાનું કહેતો હતો.
- મમતા મહારાષ્ટ્રમાં ડ્રગ નેટવર્ક સાથે બિઝનેસ ડીલ પણ કરતી હતી. ઉપરાંત વિકી રૂપિયાની લેવડદેવડ મામલે મમતાના એકાઉન્ટનો ઉપયોગ કરતો હતો.
- મમતા અને વિકી હવાલા મારફતે ડ્રગ ડીલની કમાણી બીજા દેશોમાં મોકલતા હતાં.
લોકો મારા વિશે ફેલાવે છે અફવા
-મમતાએ કહ્યું, "હું બધું જ ભૂલી ચૂકી છું. મેં 16 વર્ષ તપ કર્યું. આદ્યાત્મિક સંસારમાં ગઇ"
-"હું ભૂલી ચૂકી છું કે હું સુપરસ્ટાર હતી. સેલિબ્રિટી હતી. ક્યારેક લોકો મને ઓળખતા હતાં."
-"મારી પોતાની આત્મા સ્વચ્છ છે. 16 વર્ષના તપ બાદ બહારથી લોકો તમને ચોર કહે મને આ વાતથી તકલીફ થતી નથી."
-''મારી અંદરનો પરમાત્મા જાણે છે કે હું સ્વચ્છ છું. આવી અફવા જાણી જોઇને ફેલાવવામાં આવી છે.''
માતાની ઇચ્છાથી ફિલ્મ્સમાં આવી
-મમતાએ પોતાની ઓટોબાયોગ્રાફી ઓફ યોગિનીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે તે માની ઇચ્છાને કારણે ફિલ્મ્સમાં આવી હતી.
-"હું કોંકણાસ્થ બ્રાહ્મણ પરિવારમાંથી છું. નાનપણમાં સમય પૂજાપાઠમાં વિતતો હતો. ઉચ્ચ કુળની બ્રાહ્મણ હતી."
-"મારી મા ફિલ્મ્સમાં કામ કરવા ઇચ્છતી હતી. તે લતા મંગેશકરની ફેન હતી. ધાર્મિક-સામાજીક કારણોને લીધે તેની ઇચ્છા પૂરી ન થઇ શકી."
-"આ કારણથી હું ફિલ્મ્સમાં આવી. મારી ખૂબસૂરતી જોઇને મને ફિલ્મ્સ મળતી હતી. લોકોએ મારા નામના ટેટૂ કરાવ્યા હતાં."
-"ગંદકી તમારી આંખોમાં છે, તમારી અંદર છે. તમે કુંભ મેળામાં જાઓ છો. સાધુ કંઇ પહેરતા નથી પરંતુ લોકો તેમને ખરાબ નજરથી જોતા નથી."
જ્યારે ગુરૂની ઇચ્છા હશે ત્યારે ભારત આવીશ
-મમતાને તેના ભારત પરત આવવા વિશે સવાલ કરાયો હતો.
-આ સવાલ પર તેણે કહ્યું કે,"મારો જન્મ ભારતમાં થયો હતો. જ્યારે ગુરૂની ઇચ્છા હશે ત્યારે ભારત આવીશ.મુંબઇમાં એવા ઓરા છે કે હું ભટકી જઇશ. ડર લાગે છે કે હું મારી જાતને બદલી નાખીશ. આથી જ દૂર રહેવા ઇચ્છું છું."
-"હું મારા દેશથી દૂર ભાગવા નથી ઇચ્છતી. જ્યારે ઉપરવાળો કહેશે ત્યારે હું પરત આવીશ."
મુંબઇ પોલીસને કહ્યું," ખોટી યુવતી પર લગાવ્યો છે આરોપ"
-મમતાએ જણાવ્યું કે તે મુંબઇ પોલીસને કહેવા ઇચ્છે છે કે જેવું કરો છો બદલામાં તેવું જ મળશે
-તેણે કહ્યું કે, "કોઇને ટોર્ચર કરીને સાચુ બોલાવવું એ સત્ય નથી"
-"શું હું તેમાં છું? તમે એક ખોટી યુવતી પર આરોપ લગાવ્યો છે."
આગળની સ્લાઇડ્સમાં વાંચો મમતાએ કહ્યું, બોલિવૂડમાં મે મારા 10 વર્ષ બગાડ્યાં...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો