B'Day: ક્યારેક આત્મહત્યાનો કર્યો હતો વિચાર, આજે છે સફળ સિંગર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ તસવીરઃ કૈલાશ ખેર પત્ની અને બાળક સાથે)

મુંબઇ:
કૈલાશ ખેરનો આજે જન્મદિવસ છે. એક સમય હતો જ્યારે કૈલાશ ખેર આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી દેવા માંગતા હતાં. જોકે, આજે તેઓ સફળતાના સર્વોચ્ચ શિખરે પહોંચી ગયા છે. સાત જુલાઈના રોજ ઉત્તરપ્રદેશના મેરઠમાં કૈલાશનો જન્મ થયો છે. એક સમયે બોલિવૂડમાં સૂફી ગીતોની બોલબાલા રહેતી હતી.
મેરઠમાં જન્મેલા કૈલાશને સંગીત વારસામાં મળ્યું છે. તેના પિતા પંડિત મહેર સિંહ ખેર પુજારી હતા અને ઘરોમાં યોજાતી ઈવેન્ટમાં ટ્રેડિશનલ ફોક ગાતા હતાં. કૈલાશે નાનપણથી જ પિતા પાસેથી સંગીત લીધું છે અને તેણે સંગીત પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આજે તો કૈલાશ ખેર સફળ ગાયક છે પરંતુ આ સફળતા પાછળ અનેક નિરાશા અને કઠોર સંઘર્ષ છુપાયેલો છે. એક સમયે કૈલાશ ખેર અંદરથી તૂટી ગાય હતાં. એક સમયે પોતાના વ્યવસાયામાં મોટું નુકસાન આવતા તેમણે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હતો અને આ વાત તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહી હતી. 'રબ્બા ઈશ્ક ના હોવે' અને 'અલ્લાહ કે બંદે હંસ દે...' ગીતથી કૈલાશે પોતાની અલગ ઓળખ બનાવી છે.
ચાર વર્ષની ઉંમરથી કૈલાશે પિતાની સાથે ગીત ગાવાની શરૂઆત કરી હતી. તેમની પ્રતિભા જોઈને દરેક લોકો નવાઈમાં મૂકાઈ જતા હતાં. માત્ર 14 વર્ષની ઉંમરે ગુરૂની શોધમાં કૈલાશે ઘર છોડી દીધું હતું. કૈલાશ ક્લાસિકલ અને ફોક સંગીતમાં અભ્યાસ કરવા માંગતા હતા.
કૈલાશને સંગીતની એ હદે લગની લાગી હતી કે તે પરિવારથી દૂર ભટક્યા કરતાં હતાં. તેમણે દિલ્હીમાં સંગીત ક્લાસ જોઈન કર્યા હતાં અને સાંજે 150 પ્રતિ સેશનથી બાળકોને સંગીત શીખવાડતા હતાં. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી ડિસ્ટન્સ લર્નિંગ કોર્સ કર્યો અને સાથે સંગીત પણ શીખ્યા. સંગીત ભારતી અને ગંધર્વ મહાવિદ્યાલય જેવી સંસ્થામાંથી સંગીતનો અભ્યાસ કર્યો છે.
આગળ જુઓ, કૈલાશ ખેરની કેટલીક તસવીરો...