Divya Bhaskar

Home » Bollywood » News » Bollywood Buzz » Last Year Karan Johar And Kajol Had A Rather Public Fallout

કરણ જોહરે કહ્યું - ‘કાજોલની સાથે થયેલા ઝઘડાને મારે પબ્લિકમાં નહોતો લાવવો’

Divyabhaskar.com | Updated - Oct 10, 2017, 08:43 PM

: કાજોલ અને કરણ જોહર ગત વર્ષે થયેલી તકરાર પછી બન્ને અનેક વખત એક બીજા વિષે ઈનડાયરેક્ટલી કઈંકને કઈંક બોલતા જોવા મળે છે

  • Last Year Karan Johar And Kajol Had A Rather Public Fallout
    મુંબઈ : કાજોલ અને કરણ જોહર ગત વર્ષે થયેલી તકરાર પછી બન્ને અનેક વખત એક બીજા વિષે ઈનડાયરેક્ટલી કઈંકને કઈંક બોલતા જોવા મળ્યા હતા. જે પછી એવું લાગી રહ્યું હતું કે તેમના સંબંધ ક્યારેય સારા નહીં થાય. પરંતુ સમયની સાથે પરિસ્થિત બદલાઈ. થોડા સમય પહેલા જ કરણે, શાહરૂખ અને કાજોલની સાથે પોતાનો એક ફોટો પોસ્ટ કર્યો હતો. જેની સાથે લખ્યું હતુ. “Lifetime bonds!!!!” બીજી તરફ, હવે નેહાના શો પર પણ કરણે કાજોલ સાથેના પોતાના સંબંધ પર ખુલ્લીને વાત કરી...
    થોડા સમય પહેલા જ નેહા ધૂપિયાના ચેટ શો ‘No Filter Neha’માં કરણે કાજોલની સાથે પોતાના સંબધને લઈને ખુલ્લીને વાતચીત કરી હતી. કરનના શો પર પોતાના દિલની વાત રીવિલ કરતા તેણે કહ્યું હતુ ‘મેં કાજોલ વિષે ઘણુ બોલ્યો છુ, પરંતુ હું તે વસ્તુને પાછો વળીને જોયું છુ તે મને લાગે છે કે તે બધુ હું ગુસ્સામાં બોલ્યો હતો. મને આ વાતો મારા સુધી જ રાખવી હતી. કેટલાક સંબંધ લાઈફમાં એવા હોય છે જે સામે વાળાને હર્ટ કર્યા પછી પણ ફેસ ટૂ ફેસ પ્રોબલ્મ સોલ્વ થઈ જાય છે.
    એટલુ જ નહીં, કરણ આગળ વાત વધારતા કહે છે કે કાજોલ જ તે પહેલી શખ્શ હતી જેને મને ટ્વિન્સ હોવાના ન્યૂઝ આપ્યા હતા. કરણ જણાવે છે ‘ જયારે મારા બાળકો થયા હતા મે કાજોલને મેસેજ કરીને કહ્યું, તારે મેસેજનો રિપ્લાઈ આપવાની જરૂર નથી, પરંતુ હું નથી ઈચ્છતો કે તુ મારા બાળકોને ન્યૂઝ પેપરમાં ઓનલાઈન જુએ. તે પછી કાજલનો તરત જ રિપ્લાઈ આવ્યો કે તારા બાળખો ખૂબ જ ક્યૂટ છે. આશા રાખું છે કે જે રીતે મારા બાળકો તને પ્રેમ કરે છે તે રીતે તારા બાળકો પણ મને પ્રેમ કરે.
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending