શાહિદ દીકરી મિશા સાથે માણી રહ્યો છે વેકેશન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈ : બોલિવૂડ એક્ટર શાહિદ કપૂર હાલ પોતાના પહેલા ફેમિલી વેકેશન પર છે , ત્યારે શાહિદે પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર દીકરી મિશા સાથે રમતો એક ફોટો શૅર કર્યો છે. આ ફોટોમાં શાહિદ પોતાની પુત્રી મિશા સાથે પ્લે ટાઈમ એન્જોય કરી રહ્યો છે જેમાં મિશા ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. શાહિદની વાઈફ મીરા રાજપૂતે ત્યારે આ ફોટો ક્લિક કર્યો હતો જ્યારે મિશા પોઝ આપી રહી હતી.
 
ઉલ્લેખનીય છે કે શાહિદ કપૂર હાલ પોતાના પરિવાર સાથે વેકેશનની મજા માણી રહ્યો છે. આગામી 26મી ઓગસ્ટના રોજ મિશા 1 વર્ષની થઈ જશે ત્યારે આ વેકેશન વધુ સ્પેશ્યિલ બની જશે. શાહિદે ખાસ પોતાની દીકરીના જન્મ દિવસની ઉજવણી કરવા માટે પોતાના વ્યસ્ત શિડ્યુઅલ સમય કાઢ્યો છે. ઉલ્લેખનીય છે કે શાહિદે થોડા દિવસ પહેલા વેકેશન ઉપર જતા પહેલા એરપોર્ટનો પોસ્ટ શૅર કરી હતી, જેમાં તેણે લખ્યુ હતુ કે ““First family vacay. And we are off.” જોકે શાહિદ અને મીરાએ પોતાના વેકેશન સ્થળને ગુપ્ત રાખ્યુ છે.
 
અન્ય સમાચારો પણ છે...