કપિલે ફરી રદ કર્યુ શૂટિંગ, પાછુ ફરવુ પડ્યુ આ એક્ટર્સને

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈ : લાંબા સમયથી ન્યુઝ આવી રહ્યા છે કે કોમેડિયન કપિલ શર્માની હેલ્થ ઘણા દિવસોથી સારી નથી. થોડા સમય પહેલા જ અર્જુન રામપાલ અને એક્ટ્રેસ ઐશ્વર્યા રાજેશ પોતાની આગામી ફિલ્મ ‘ડૈડી’ને પ્રમોટ કરવા માટે ‘ધ કપિલ શર્મા શો’ના સેટ પર પહંચ્યા હતા. પંરતુ લાંબા સમય સુધી રાહ જોયા બાદ પણ શૂટિંગ શરૂ ન થવાથી બન્ને કલાકારો પોતાના ઘરે જતા રહ્યા હતા. એક જાણિતી વેબસાઈટના રિપોર્ટસ પ્રમાણે, કપિલે જણાવ્યું હતુ કે હાલ તેની તબીયત સારી નથી ત્યારે આ પરિસ્થિતમાં તે શૂટિંગ કરી શકે તેમ નથી. બ્લડ પ્રેશરની બિમારીનો સામનો કરી રહ્યો છે કપિલ....
 
-હાલમાં divyabhaskar.comને આપેલા ઈન્ટરવ્યુમાં કપિલે જણાવ્યુ હતુ કે “હા. થોડા સમયથી લો બ્લડ પ્રેશરના કારણે હું મુશ્કેલીમાં છુ”
-“થોડા કેટલાક મહિનાઓમાં શો અને ફિલ્મ ‘ફિરંગી’ના કારણે હું રાત દિવસ-રાત કામ કરી રહ્યો છુ. મને મારી હેલ્થનુ ધ્યાન રાખવાનો બિલકૂલ પણ સમય નથી મળી રહ્યો”
-હું વ્યસ્ત હોવાને કારણે એક્સરસાઈઝ પણ નથી કરી શકતો, અને તેની અસર મારી હેલ્થ ઉપર થઈ રહી છે. હું લો બ્લડ પ્રેશરનો શિકાર બની ગયો છુ.”
-જોકે, હવે મેં ફરી એકવાર વર્કઆઉટ શરૂ કરી દીધુ છે અને મારી હેલ્થમાં પણ સુધાર આવી રહ્યો છે.
 
 
આગળની સ્લાઈડ્સ પર, કપિલ બોલ્યો- મેં કોઈને રાહ નથી જોવડાવી....
અન્ય સમાચારો પણ છે...