તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કપિલ શર્માના ઘરની બહાર કાર્યકરોના દેખાવ, મનસે દ્વારા પોલીસ ફરિયાદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈ: મહાપાલિકામાં ભ્રષ્ટાચાર બાબતે ટ્વીટ કરીને વિવાદમાં સપડાયેલા કપિલ શર્માની મુસીબતો વધી રહી છે. મનસેએ કપિલે આરોપ કરીને પછી ચુપકીદી કેમ સાધી છે અને આવું કરીને તે નિયમભંગ કરી રહ્યો છે એવી પોલીસ ફરિયાદ આજે નોંધાવી છે. શર્માએ મહાપાલિકાના અધિકારીઓએ પોતાના વર્સોવામાં ઓફિસ બનાવવાના કામની મંજૂરી માટે રૂ. 5 લાખની લાંચ માગી હોવાનો આરોપ કર્યો હતો. આ પછી મહાપાલિકાએ તેની આ ઓફિસ અને ગોરેગાવમાં તેના ઘરના બાંધકામમાં નિયમોનો ભંગ કરાયો હોવાનો દાવો કર્યો છે.
સંદીપ દેશપાંડેએ આજે વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

મહાપાલિકામાં મનસેના જૂથ નેતા સંદીપ દેશપાંડેએ આજે વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને તેને એફઆઈઆરમાં પરિવર્તિત કરીને તપાસ કરાવવા માટે માગણી કરી છે. દેશપાંડેને વકીલે ફરિયાદમાં જણાવ્યું છે કે કપિલે લાંચનો આરોપ કર્યા પછી ફરિયાદ નોંધાવી નથી અને સંબંધિત સત્તાના ધ્યાનમાં પણ આ બાબત લાવ્યો નથી. મહાપાલિકાના અધિકારીઓ સરકારી કર્મચારી છે અને તેથી જો તેઓ લાંચ માગે તો કાયદેસર રીતે ગુનો બને છે. સંબંધિત સત્તાનો જાહેર નોકર જો લાંચ માગે તો તેની સામે ફરિયાદ નોંધાવવાની નાગરિકની ફરજ છે. આ કિસ્સામાં કપિલ જવાબદારીથી વર્ત્યો નથી અને પોતાની ફરજ બજાવી નથી. આથી મારી ફરિયાદની પાત્રતા ચકાસીને તેને એફઆઈઆરમાં ફેરવવા અને વધુ તપાસ કરવા માટે તેને બોલાવવા માટે મેં માગણી કરી છે, એમ દેશપાંડેએ પીટીઆઈને જણાવ્યું છે.

ભાજપની સાઈબર સેલમાં ફરિયાદ

દરમિયાન ભાજપના ઘાટકોપરના વિધાનસભ્ય રામ કદમે સાઈબર સેલમાં ફરિયાદ નોંધાવીને કપિલના આરોપની છાનબીન કરીને એસીબી પાસે તપાસ કરાવવા માટે માગણી કરી છે. કદમ આજે કપિલના ઘરની સામે આંદોલન કરવા માટે પણ ગયા હતા, પરંતુ પોલીસે ગણેશોત્સવને લઈ સુરક્ષા – વ્યવસ્થા સામે પ્રશ્ન ઉઠાવીને તેને રોક્યો હતો. આથી હવે તેણે ગણેશોત્સવ પછી આ મુદ્દો ઊંચકવાનો નિર્ણય લીધો છે.

મેન્ગ્રોવ્ઝના નાશની પણ ફરિયાદ

મનસેનાં મહામંત્રી શાલિની ઠાકરેએ આજે પોતાના કાર્યકરો સાથે અંધેરીમાં તહેસીલદાર કાર્યાલયમાં ગઈ હતી અને કપિલે તેના ઘરના બાંધકામ માટે મેન્ગ્રોવ્ઝનો નાશ કર્યો તે બદલ સંબંધિત અધિકારીને ફરિયાદ નોંધાવવા માટે નિર્દેશ આપવાની માગણી કરી હતી. સેલિબ્રિટીઓને ખાસ ટ્રીટમેન્ટ અપાય છે અને તેઓ મોટે ભાગે કાયદો હાથમાં લેતા હોય છે, એમ શાલિનીએ જણાવ્યું છે. દરમિયાન શિવસેના અને ભાજપની સત્તા ધરાવતી મહાપાલિકામાં ભ્રષ્ટાચારે માઝા મૂકી છે એવી વારંવાર ફરિયાદ કરનાર કોંગ્રેસને કપિલના ટ્વીટ પછી મુદ્દો મળી ગયો છે, જેને લીધે કોંગ્રેસ કપિલની તરફેણમાં આવી ગઈ છે. કપિલ ચાહતો ન હોવા છતાં કોંગ્રેસ આ મુદ્દો ચગાવી રહી છે. ખાસ કરીને મહાપાલિકાની પ્રતિષ્ઠિત ચૂંટણી નજીક હોવાથી દરેક પક્ષ હવે આ મુદ્દામાંથી લાભ ખાટવા માટે મેદાનમાં પડ્યો છે, જ્યારે કપિલ હવે પોતાને બચાવવા પ્રયાસ કરી રહ્યો છે તેમ ઊંડાણમાં ઘૂસી રહ્યો છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો