તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Kapil Sharma Has Now Raised His Voice Slamming The Unjust Behaviour Towards Padmavati

‘પદ્માવતી’ના સપોર્ટમાં આવ્યો કપિલ શર્મા, કહ્યું- ‘તમે અભિપ્રાય આપી શકો, માંથુ નહીં કાપી શકો’

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈ : સંજય લીલા ભણશાલીની ફિલ્મ ‘પદ્માવતી’ જેટલો વિરોધ થઈ રહ્યો છે, તેટલો ઈન્ડિયન સિનેમામાં અત્યાર સુધી કોઈપણ ફિલ્મનો નથી થયો. ઉલ્લેખનીય છે કે વિરોધોઓએ ડિરેક્ટર ભણશાલીનું માંથુ કાપવાની અને દીપિકા પાદુકોણનું નાક કાપવા સુધીની ધમકી આપી દીધી હતી. આ કોન્ટ્રોવર્સીમાં અત્યાર સુધી ઈન્ડસ્ટ્રીના અનેક લોકો સામે આવી ચૂક્યા છે. હવે કપિલ શર્મા આગળ આવ્યો છે...

 

થોડા સમય પહેલા જ કોમેડિયન કપિલ શર્માએ ફિલ્મનો સપોર્ટ કર્યો હતો. આ બાબાતે કપિલનું કહેવું છે કે ‘જોયા વગર આ ફિલ્મનો વિરોધ કરવો ઠીક નથી. એક લીડિંગ ડેલી સાથે થયેલી વાતચીતમાં કપિલે જણાવ્યું ‘હું ખૂબ જ કન્ફ્યૂઝ છુ. કોઈ કહીં રહ્યું છે કે સેન્સર બોર્ડે આ ફિલ્મ જોઈ લીધી છે અને કોઈ કહે છે કે તેમને નથી જોઈ. કેટલીક કોમ્યૂનિટી ફિલ્મનો વિરોધ કરતા કહી રહી છે કે તેનાથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચ રહી છે.. પરંતુ આ રીતે ધમકીયો આપવી ખોટુ છે. એક લોકતાંત્રિક દેશ છે. તમે તમારી વાત મુકી શકો છો, પરંતુ કોઈનું માંથુ ના વાઢી શકો. એક તરફ તમે કહો છો કે દીપિકા દેશનું ગૌરવ છે. તમે નારી શક્તિની વાત કરી રહ્યાં છો’ બીજી તરફ, ફિલ્મની રીલિઝિંગ પર વાત કરતા કપિલે કહ્યું ‘આ ફિલ્મ CBFC એ જોવી જોઈએ અને કોઈપણ પ્રકારનું ઓબ્જેક્શન હોય તો તેમણે પગલા ભરવા જોઈએ.’

અન્ય સમાચારો પણ છે...