'જિઓ મામી' ફિલ્મ ફેસ્ટિવલમાં મળશે ક્રિએટિવ ટેલેન્ટને તક

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ તસવીરઃ ડાબેથી, કરન જોહર, અનુપમા ચોપરા, નીતા અંબાણી, કિરણ રાવ)

મુંબઈઃ મુંબઈ એકેડેમી ઓફ મૂવિંગ ઈમેજીસ એટલે કે જીઓ મામી 17મો ફિલ્મ ફેસ્ટિવલ યોજી રહ્યું છે. આમાં ઓફબીટ અને નવા ડિરેક્ટર્સની ફિલ્મને પ્રાધાન્ય આપવામાં આવશે. 29 ઓક્ટોબરથી પાંચ નવેમ્બર સુધી ચાલનારા આ ફેસ્ટિવલમાં છ અલગ અલગ કેટેગરીમાં ઈન્ટરનેશનલ કોમ્પિટિશન, ઈન્ડિયા ગોલ્ડ, ડાયમેન્શન મુંબઈ, વર્લ્ડ સિનેમા, ધ ઈન્ડિયન સ્ટોરી, રેસ્ટ્રોપેક્ટિવેસ અથવા હોમેઝ હેઠળ ઓફબીટ ફિલ્મમેકર્સ તથા નવા ડિરેક્ટર્સની ફિલ્મ સ્વીકારવામાં આવશે.

આટલું જ નહીં મામીમાં અલગ-અલગ કેટેગરીમાં પસંદગી પામેલી ફિલ્મ્સને દેશ-વિદેશના ફિલ્મી દિગ્ગજો આગળ રજૂ કરવામાં આવશે અને વિદેશમાં આયોજીત ફેસ્ટિવલમાં પણ આ ફિલ્મનું સ્ક્રિનિંગ કરવામાં આવશે.

ફેસ્ટિવલ ડિરેક્ટર અનુપમા ચોપરાએ કહ્યુ હતુ કે દેશના દરેક હિસ્સામાં છુપાયેલા ડિરેક્ટર્સના વિચાર અને વાર્તાઓને આગળ લાવવાનો હેતુ છે. ગયા વર્ષે ફેસ્ટિવવલમાં 'કિલ્લા', 'કોર્ટ'ને દર્શકોએ પસંદ કરી હતી. આ પ્રક્રિયા નિષ્પક્ષ રહેવી જોઈએ. આથી જ વિદેશી જ્યુરીના સભ્યોએ હિંદી ફિલ્મ્સની પસંદગી કરવી જોઈએ. આંતરરાષ્ટ્રિય ફિલ્મ્સની પસંદગીમાં ભારતીય ફિલ્મ વિશેષજ્ઞ હોય.

કિરણ રાવ, ફિલ્મ ડિરેક્ટર અને ચેરપર્સન જિઓ મામીઃ ''ભારતીય અને આંતરરાષ્ટ્રિય ફિલ્મ્સની સ્વતંત્ર શોકેસિંગ પર અમારું ફોક્સ છે. મામી દ્વારા અમે સ્વંતત્ર ફિલ્મ્સના ડિસ્ટ્રીબ્યૂશન પર ફોક્સ રાખીએ છીએ. ફિલ્મ સરળતાથી રીલિઝ થાય તો ફિલ્મમેકર્સની સમસ્યા પૂરી થાય''

અહીંયા મોકલી શકો છો એન્ટ્રીઃ www.mumbaifilmfestival.com પર સ્પર્ધક પોતાની કેટેગરી હેઠળ 10 ઓગસ્ટ સુધી પોતાની એન્ટ્રી મોકલી શકે છે. વેબસાઈટ પર ફોર્મની સાથે નિયમો અને શરતો લખેલી છે.