તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

'આરફા'થી નારાજ થયો 'સુલતાન', જાણો શા માટે રહે છે તેનાથી દૂર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઇઃ 'સુલતાન' એટલે કે સલમાન ખાન પોતાની 'આરફા' એટલે કે અનુષ્કા શર્માથી નારાજ છે અને તેનાથી દૂર જ રહે છે. એક લિડિંગ એન્ટરટેઇન્મેન્ટ પોર્ટલના જણાવ્યાનુસાર સલમાન ત્યારથી નારાજ છે જ્યારથી અનુષ્કાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે સલમાનને વધુ જાણતી નથી. હકીકતમાં આ ઇન્ટરવ્યુમાં અનુષ્કાને એવું પૂછવામાં આવ્યું હતું કે શું તેને નથી લાગતું કે સલમાનને 'રેપ્ડ વુમન' નિવેદન માટે માફી માગવી જોઇએ.
શું છે સમગ્ર ઘટના
-ફિલ્મ ક્રિટિક અનુપમા ચોપરાના ઇન્ટરવ્યુમાં અનુષ્કાએ સલમાનના રેપ્ડ વુમન વાળી કમેન્ટને અસંવેદનશીલ જણાવી હતી.
-તેણે કહ્યું,"મેં જ્યારે આ નિવેદન વિશે સાંભળ્યું ત્યારે મને સાચું લાગ્યું ન હતું. મે જાણવાની કોશિશ કરી કે શું સલમાને આવું કહ્યું છે. આ ઘટનામાં ઘણું કહેવામાં આવ્યું છે તેમ છતાં આપણને બધાને જાણ છે કે સલમાને જે કહ્યું તે અસંવેદનશીલ હતું.
-મને એ વાતનો શોક લાગ્યો કે સલમાને આવું કઇ રીતે કહ્યું.હા,આથી એક વાત સ્પષ્ટ થાય છે કે આપણે જે કહીએ છીએ તેની જવાબદારી પણ આપણી જ હોય છે. પછી તે સેલિબ્રિટીઝ હોય કે પછી કોઇ બીજું. ખાસ તો સ્ટાર્સે વધારે સજાગ રહેવાની જરૂર છે."
-અનુષ્કાને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તમને નથી લાગતું કે સલમાને પોતાના આ નિવેદન પર માફી માંગવી જોઇએ? તો તેણે કહ્યું,"હું સલમાનને વધારે જાણતી નથી. તેની સાથે માત્ર પ્રોફેશનલ રિલેશન જ છે. સલમાનને પોતાને ખબર છે કે તેણે શું કરવું જોઇએ અને શું નહીં."
શું ગેરજવાબદારી ભર્યુ હતુ અનુષ્કાનું સ્ટેટમેન્ટ
-એક લિડિંગ એન્ટરટેઇન્મેન્ટ પોર્ટલે સલમાનના સૂત્રોથી જણાવ્યું છે કે, "અનુષ્કાને સલમાન વિશે આવી કમેન્ટ્સ કરવાની જરૂર ન હતી."
-ખૂબ જ વિચિત્ર લાગ્યું જ્યારે અનુષ્કાએ કહ્યું કે તે સલમાનને વધારે જાણતી નથી. તેની સાથે ફિલ્મ કરવા છતાં તે કેવી રીતે કહી શકે છે કે એ તેને(સલમાનને) ઓળખતી નથી.
શું છે સલમાનની રેપ્ડ વુમન કોન્ટ્રોવર્સી
-નોંધનીય છે કે 'સુલતાન'ના પ્રમોશનલ ઇન્ટરવ્યુમાં સલમાને કહ્યું હતું કે ફિલ્મના શૂટિંગ દરમિયાન કલાકો સુધી કુશ્તીની પ્રેક્ટીસ કર્યા બાદ તે રેપ્ડ વુમન જેવો અનુભવ કરતો હતો.
-જ્યારે આ નિવેદન પર વિવાદ વધ્યો તો પિતા સલીમ ખાને માફી માંગતા કહ્યું કે સલમાનને ખોટો સમજવામાં આવ્યો હતો.
'સુલતાન'માં સલમાનની પત્ની બની છે અનુષ્કા
-અનુષ્કા શર્માએ 'સુલતાન'માં સલમાનની રેસલર પત્ની 'આરફા'નો રોલ કર્યો છે.
-આ ફિલ્મમાં બન્નેની કેમિસ્ટ્રી લોકોને ખૂબ જ પસંદ આવી છે.
આગળની સ્લાઇડ્સમાં જુઓ, 'સુલતાન'માંથી અનુષ્કા અને સલમાનના કેટલાક Photos...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો