તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇન્ડિયન ફૂડના દિવાના છે આ ઓસ્ટ્રેલિયન શેફ; કહ્યું,'ભારત મારૂ બીજુ ઘર'

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇઃ ફેમસ શેફ અને માસ્ટર શેફ ઓસ્ટ્રેલિયાના જજ ગેરી મહિગન તાજેતરમાં જ બેંગલુરૂમાં યોજાયેલા વર્લ્ડ ઓન ધ પ્લેટ ફૂડ ફેસ્ટિવલમાં આવ્યા હતાં. આ ઉપરાંત તેમણે કેટલોક સમય મુંબઇ અને દિલ્હીમાં પણ પસાર કર્યો હતો. તેમણે divyabhaskar.com સાથે વાત કરતા ભારતીય ફૂડ, તેમની સ્પેશ્યિાલિટી તેમજ વિવિધ વાનગીઓ વિશેની રસપ્રદ વાતો શૅર કરી હતી. તેમણે એ પણ જણાવ્યું હતું કે, તેમને શૂટિંગ દરમિયાન કો જજ મેટ પ્રેસ્ટનની રાહ જોવી પસંદ નથી. તેઓ હંમેશા સમયસર જ આવે છે.
 
ભારતીય રેસ્ટોરાંને પોતાનું ઘર માને છે ગેરી
આમ તો ગેરી મૂળ યુકેનો છે પરંતુ ભારતીય રેસ્ટોરન્ટને તે પોતાના ઘરની જેમ માને છે. તેને ભારતીય ખોરાક ખૂબ જ પસંદ છે. તે પહેલીવાર ભારતીય માસ્ટર શેફ ઓસ્ટ્રેલિયા માટે આવ્યો હતો. ત્યારે તેણે બેંગ્લુરૂ, ચેન્નઇ, જોધપુર, મુંબઇ, દિલ્હી અને અનેક જગ્યાઓ જોઇ હતી. વાતચીત દરમિયાન જ્યારે ગેરીને પૂછવામાં આવ્યું કે તે બોલિવૂડ વિશે કેટલું જાણે છે. તો તેણે હસતા હસતા કહ્યું કે,"હું બોલિવૂડ ઇન્ડસ્ટ્રિ વિશે વધુ કશું જ જાણતો નથી. પરંતુ મારા કોજજ મેટ બોલિવૂડ ઇન્ડસ્ટ્રિથી જાણીતા છે કારણકે તે કલરફુલ જેકેટ પહેરે છે. અને તેનું ડ્રેસિંગ સેન્સ પણ ઉત્તમ છે." તેણે જણાવ્યું કે પહેલીવાર તેણે ભારતીય ફૂડ તરીકે ટિક્કા મસાલા, પનીર, જલેબી અને ગુલાબ જાંબુ આપવામાં આવ્યા હતાં જે તેને ખૂબ પસંદ આવ્યા હતાં. તેણે ભોજન પછી કહ્યું હતું કે ભારતીયને ખાંડ ખૂબ જ પસંદ છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી વાંચો ગેરી સાથેની અન્ય વાત.....
અન્ય સમાચારો પણ છે...