તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારતમાં PAK આર્ટિસ્ટ પર BAN, નુકસાનની ભરપાઇ માટે કરન-SRKનો પ્લાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ પ્રવર્તી રહ્યો છે. આ દરમિયાન ઇન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યુસર એસોસિયેશન એટલે કે IMPPAએ પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય કર્યો છે. નોંધનીય છે કે ઉરી હુમલા બાદ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(એમએનએસ)એ પાકિસ્તાની કલાકારોને ભારત છોડવાની ધમકી આપી હતી.
અનેક ફિલ્મ્સના ભવિષ્ય પર સવાલ
-નોંધનીય છે કે એમએનએસની ધમકી બાદ તેમજ એસોસિયેશનના નિર્ણય પછી અનેક ફિલ્મ્સ રીલિઝ તેમજ પ્રોડક્શન પર સવાલો ઉભા થયા છે. તો કરણ જૌહર અને શાહરૂખ ખાને જો ભારતમાં ફિલ્મ રીલિઝ ન થાય તો ઇન્ટરનેશનલ લેવલ પર ફિલ્મ રીલિઝ કરવા માટે પ્લાન તૈયાર રાખ્યો છે.
-ઉલ્લેખનીય છે કે કરન જૌહરની 'એ દિલ હૈ મુશ્કિલ' અને શાહરૂખની 'રઇસ'માં પાકિસ્તાની એક્ટર્સે કામ કર્યું છે.
શું છે સમગ્ર મામલો
-ગુરૂવારે IMPPAની એન્યુઅલ મિટિંગમાં પાકિસ્તાની એક્ટર્સ, સિંગર્સ અને ટેક્નિશિયન્સ પર પ્રતિબંધનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મેમ્બર્સ આ વાત પર સહમત હતા કે જ્યાં સુધી સ્થિતિ ઠીક નથી થતી ત્યાં સુધી પાકિસ્તાની કલાકારોને કામથી દૂર રાખવામાં આવે.
-મહત્વનું છે કે બુધવારે રાતે 12.30એ ભારતની સ્પેશ્યિલ કમાન્ડો ફોર્સે પીઓકેમાં ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં 38 આતંકી અને પાક સેનાના 2 જવાનને ઠાર માર્યા હતાં.
શું કહ્યું CINTAA
CINTAAના સેક્રેટરીએ કહ્યું,'જેઓની પાસે વર્કિંગ વિઝા છે તેમને કામ ન આપ્યું તો ગેરકાનૂની છે.' તો સુશાંત સિંહ(ઓનરેરી જનરલ સેક્રેટરી, સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિયેશન,CINTAA) એ કહ્યું,-' અમે એક ટ્રેડ રજીસ્ટ્રડ યુનિયન છીએ. જે રાજ્ય અને દેશના કાનૂન હેઠળ કામ કરે છે.'
-ભારત સરકાર જેને પણ વિઝા આપે છે તે અમારી પાસે જો વર્ક પરમિટ પર આર્ટિસ્ટ તરીકે આવે છે. અમને ભારત સરકાર તરફથી એવો કોઇ ઓર્ડર મળ્યો નથી કે પાકિસ્તાન કલાકારોને વર્ક પરમિટ આપવામાં ન આવે.
-જો કોઇ પાસે ભારત સરકારે આપેલા વેલિડ ડોક્યૂમેન્ટ્સ હોય અને અમે તેને કામ ન આપીએ તો તે ગેરકાનૂની કહેવાશે.
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જાણો શું છે કરન અને શાહરૂખનો પ્લાન..
અન્ય સમાચારો પણ છે...