Divya Bhaskar

Home » Bollywood » News » Bollywood Buzz » Hritik Roshan Writes Letter Says Will Not Speak Anything Else

કંગના કોન્ટ્રોવર્સી પર ઈન્ટરવ્યૂ આપ્યા પછી રીતિકે લખ્યો પત્ર, કહ્યું- ‘જે કહેવું હતું તે કહીં દીધુ છે’

Divyabhaskar.com | Updated - Oct 10, 2017, 04:38 PM

કંગના-રીતિક કોન્ટ્રોવર્સીમાં રીતિકે મૌન તોડ્યા પછી બોલિવૂડ સેલેબ્સ પણ તેનું સમર્થન કરી રહ્યાં છે.

 • Hritik Roshan Writes Letter Says Will Not Speak Anything Else
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  કંગના રનૌત અને રીતિક રોશન
  મુંબઈ : કંગના-રીતિક કોન્ટ્રોવર્સીમાં છેલ્લા ઘણા સમયથી નવી-નવી વાતો સામે આવી રહી છે. આ બાબતે રીતિકે મૌન તોડ્યા પછી બોલિવૂડ સેલેબ્સ પણ તેનું સમર્થન કરી રહ્યાં છે, ત્યારે રીતિક પાસેથી અનેક વસ્તુઓ ખુલ્લી કરે છે તેવી આશા રાકવામાં આવી રહી હતી, પરંતુ મંગળવાર(10 ઓક્ટોબર) સવારે રીતિકે સોશ્યિલ મીડિયા પર બે પેજનો એક પત્ર લખીને કહીં દીધુ છે કે હવે તે આ મુદ્દે કઈં જ નહીં બોલે.
  આ લેટરમાં તેણે લખ્યું છે ‘આ પોસ્ટ હું તે મીડિયા હાઉસિસ માટે લખું છુ, જ્યાંથી મને સતત ઈન્ટરવ્યૂઝ માટે રિક્વેસ્ટ આવી રહી છે. હું બે ઈન્ટરવ્યૂ આપી ચૂક્યો છુ. હું બધાની માંફી માંગુ છુ, કેમ કે હું હવે ઈન્ટરવ્યૂ નહીં આપી શકુ. હું હવે આ બાબતે વાત નતી કરવા માંગતો. મને ખૂબ જ દબાણની પરિસ્થિઓમાં પોતાનો પક્ષ મુકવો હતો, અને તે હું કરી ચૂક્યો છુ’
  આગળની સ્લાઈડ્સ પર, કંગના બાબતે રીતિક પર હતું દબાણ, આ કારણે આપી હતી 766 શબ્દોની સ્પષ્ટતા
 • Hritik Roshan Writes Letter Says Will Not Speak Anything Else
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  કંગના રનૌત અને રીતિક રોશન
  કંગના બાબતે રીતિક પર હતું દબાણ, આ કારણે આપી હતી 766 શબ્દોની સ્પષ્ટતા
      
  તેણે પોતાના ફેન્સને સપોર્ટ કરવા માટે આભાર માનતા લખ્યું હતુ - ‘જે લકોએ મારો સપોર્ટ કર્યો છે, હું તેમનો આભરી છુ. પરંતુ મારા બધા જ ફ્રેન્ડ્સ અને વેલ વિશર્સને રિક્વેસ્ટ કરીશ કે આ મુદ્દા પર કોઈની પણ તરફેણ ના કરો, આ કોઈ કોન્ટેસ્ટ નથી. મારું આ કહેવું એટલે મા મુદ્દાને અહીં જ સમાપ્ત કરવું છે. હું બસ એટલું જ કહીંશ કે તેમાં પૂરી તપાસ થયા પછી જ કઈ કહેવામાં આવે.
 • Hritik Roshan Writes Letter Says Will Not Speak Anything Else
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  કંગના રનૌત અને રીતિક રોશન
  આ એક્ટરે પહેલા જ કરી દીધો હતો રણબિર-કંગનાના અફેરનો ખુલાસો
   
  થોડા સમય પહેલા જ રીતિકે એક ટીવી ટેનલ પર આ મુદ્દે ખુલ્લીને વાત કરતો જોવા મળ્યો હતો. આ પહેલા તેણે ફેસબુક પોસ્ટ પણ લખી હતી. જ્યે તેણે આ મુદ્દા પર પોતાના પક્ષ પણ મુક્યો હતો. આ લેટરમાં રીતિક આગળ લખે છે ‘મીડિયા આપણી સમાજનો મહત્વનો ભાગ છે અને તેમને ખબર હોવી જોઈએ કે આ મુદ્દા પર વધુ વાત કરવી એ ખૂબ જોખમી છે. હું મીડિયાને સલાહ આપનાર કોઈ નથી.પરંતુ આ કેસને હકીકત ઉપર કવર કરવું જોઈએ. તેનાથી આપણામાંથી અનેક લોકો શાંતિથી જીવી શકશે’
 • Hritik Roshan Writes Letter Says Will Not Speak Anything Else
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  કંગના રનૌત અને રીતિક રોશન
  ‘ટીવી ઈન્ટરવ્યૂ આપતા અનકંફર્ટેબલ હતો હું’
   
  ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ આપવામાં આવેલા ટીવી ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતુ કે તે આ શોમાં આવવા માટે અનકંફર્ટેબલ હતો. પરંતુ તે બધાની સામે પોતાની વાત કરવા માંગતો હતો. તેમે કહ્યું હતુ કે તેણે પોતાની લાઈફમાં ક્યારેય કોઈ પુરુષ કે સ્ત્રી સાથે ઝઘડો નથી કર્યો. મારા તલાક સમયે પણ કોઈ ઝઘડો નહોતો થયો. હું કોઈની સામે ખઈં જ બોલવા નથી માંગતો. મને ડર હતો કે શબ્દોને ખોટી રીતે લેવામાં આવશે. જો હું સ્ટ્રોંગ શબ્દોનો ઉપયોગ કરીશ, તો લોકો મને આક્રમક સમજશે. જો હું મારી ભાવનાઓને વ્યક્ત કરીશ, તો લોકો મને નિર્બળ સમજશે.
 • Hritik Roshan Writes Letter Says Will Not Speak Anything Else
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  કંગના રનૌત અને રીતિક રોશન
  4 વર્ષમેં ખૂબ જ સહન કર્યુ છે, હવે મૌન રહેવુ નિર્બળતા છે - રીતિક રોશન
   
  જો હું રસ્તા પર ચાલી રહ્યો છુ અને કોઈ મને ગાળો આપે છે, તો યોગ્ય એ જ છે કે હું ચાલતો રહું, કેમ કે તેનાથી મારી લાઈફમાં કોઈ ફરક નહીં પડે. પરંતુ જો કોઈમ મારા પર પત્થર ફેંકવાનું શરૂ કરી દે, જેનાથી મને અને મારા પરિવારને નુક્સાન પહોંચે, ત્યારે મૌન રહેવ નિર્બળતા છે. ચાર વર્ષ થઈ ગયા છે. મને લાગે છે કે મેં ખૂબ જ સહન કર્યું છે.’
 • Hritik Roshan Writes Letter Says Will Not Speak Anything Else
  કંગના રનૌત અને રીતિક રોશન
  પહેલા લખ્યો હતો 766 શબ્દોનો લેટર
   
  ચર્ચા થઈ રહી છે કે ફેમિલીના દબાણને કારણે રીતિકે પોતાનું મૌન તોડવાનો નિર્ણય કર્યો હતો. આ પહેલા તેણે ફેસબુક પર 766 શબ્દોની પોસ્ટ લખી હતી.જ્યારે કંગનાએ નેશનલ ટેલિવિઝન પર રીતિકને માફી માંગવા માટે કહ્યું હતુ ત્યારે તેમના પરિવારે તેને મૌન તોડવા માટે કહ્યું હતુ. રિપોર્ટનું માનીએ તો ફેમિલીના જ લોકોએ તેનો સમજાવ્યો કે પોતાનું મૌનનું ખોટો અનુમાન લગાવવામાં આવશે. માટે તેણે પોતાનો પક્ષ મુકવો જોઈએ.
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending