બ્રીચ કેન્ડમાં દાખલ છે ધર્મેન્દ્ર, ટૂંક સમયમાં જ થશે ખભાનું ઓપરેશનઃ હેમામાલિની

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ તસવીરઃ હેમા તથા ધર્મેન્દ્ર)
મુંબઈઃ ભાજપા સાંસદ અને અભિનેત્રી હેમામાલિનીએ શુક્રવારના રોજ કહ્યુ હતુ કે તેના પતિ ધર્મેન્દ્રનુ ખભાનું ઓપરેશન થઈ શકે તેમ છે. ધર્મેન્દ્રની તબિયત અંગે માહિતી આપતા હેમાએ ટ્વિટ કરી હતી, ''ધર્મેન્દ્રજી વિશે અપડેટ. તેમને થાક લાગે છે. ખભામાં દુખાવો તથા બ્લડ કાઉન્ટની તપાસ માટે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ થયા છે.'' વધુમાં અભિનેત્રીએ કહ્યું હતુ કે તેમનું એચબી ઓછું હતું, કારણ કે તેમને એનિમીયા છે. અત્યારે તેઓ ડોક્ટરની દેખરેખમાં છે. ઈશ્વરને પ્રાર્થના કે તેઓ જલ્દી સાજા થઈ જાય.

એશાએ કહ્યું, પાપા છે ફિટઃ
હેમા અને ધર્મેન્દ્રની પુત્રી એશાએ ટ્વિટર પર ટ્વિટ કરી હતી કે ધર્મેન્દ્રના ચાહકોનો આભાર. તેના પિતા ફિટ એન્ડ ફાઈન છે. નોંધનીય છે કે પહેલાં સમાચાર આવ્યા હતા કે ધર્મેન્દ્રને હોસ્પિટલમાં ખભાના દુખાવાને કારણે દાખલ કરવામાં આવ્યા છે. ફિલ્મ 'સેકન્ડ હેન્ડ હસબન્ડ'ના શૂટિંગ સમયે ધર્મેન્દ્રને ઈજા થઈ હતી.

હાલમાં વધુ સક્રિય નથી ધર્મેન્દ્રઃ
ધર્મેન્દ્ર ફિલ્મ્સમાં બહુ સક્રિય નથી. 2012માં તેને પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા. હેમા તેમની બીજી પત્ની છે. હેમા-ધર્મેન્દ્રને બે પુત્રીઓ એશા અને આહના છે. ધર્મેન્દ્રના પહેલાં લગ્ન પ્રકાશ કૌર સાથે થયા છે અને આ તેમને બે પુત્રીઓ અને બે પુત્રો છે.
(આગળ ક્લિક કરીને જુઓ, હેમા-ધરમજીએ મનાવેલી વેડિંગ એનિવર્સરીની ખાસ તસવીર...)