તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડિસેમ્બરના 1st વીકમાં હશે હેઝલના લગ્ન, ફિયાન્સ યુવીની માતાએ કરી જાહેરાત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઇઃ એક્ટ્રેસ હેઝલ કિચ ફિયાન્સ ક્રિકેટર યુવરાજ સિંહ સાથે લગ્ન કરવા જઇ રહી છે. યુવરાજ સિંહની માતાએ એક લિડિંગ ડેઇલીને આપેલા ઇન્ટરવ્યુમાં એ ખુલાસો કર્યો હતો કે લગ્ન ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં થશે. તેણે એ પણ કહ્યું કે ટૂંક સમયમાં જ તે તારીખની પણ જાહેરાત કરશે. સમગ્ર લગ્ન ભવ્ય પંજાબી રીતે થશે. જેની તમામ વિધિ દિલ્હીમાં થઇ શકે છે.
લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે હેઝલ-યુવી
હેઝલ અને યુવરાજ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. હેઝલની મા ઉત્તરપ્રદેશની હોવાથી તે પોતાની પરંપરા અનુસાર લગ્ન કરાવવા ઇચ્છે છે. નોંધનીય છે કે યુવી અને હેઝલે ગત વર્ષે જ સગાઇ કરી છે.
કોણ છે હેઝલ કિચ
હેઝલ કિચનો જન્મ એસેક્સ ઇંગ્લેન્ડમાં થયો છે. તે અનેક ટીવી શોમાં જોવા મળી છે. જોકે, તેને ફિલ્મ 'બોડિગાર્ડ'માં કરિના કપૂરની ફ્રેન્ડનો રોલ કર્યા બાદ ઓળખ મળી. આ પછી તે 'મેક્સિમમ'ના આઇટમ નંબર 'આ આંતે અમલાપુરમ'ને કારણે ચર્ચામાં રહી હતી. તે 'બિગ બોસ'ની સાતમી સિઝનમાં કન્ટેસ્ટન્ટ તરીકે પણ જોવા મળી હતી.
આગળની સ્લાઇડ્સમાં જુઓ. યુવરાજ અને હેઝલના અન્ય PHOTOS....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો