1

Divya Bhaskar

Home » Bollywood » News » Bollywood Buzz » The Colour of Darkness based on racism

પગમાં પોલીયો, ખિસ્સામાં 500 ડોલર ને આ ગુજરાતીએ બનાવી હોલિવૂડ ફિલ્મ

Divyabhaskar.com | Last Modified - Apr 20, 2017, 05:43 PM IST

આ ફિલ્મ ઓસ્ટ્રેલિયામાં ભારતીયો પર થયેલા હુમલા પર આધારિત છે અને બીજી બાજુ ભારતમાં પછાત જાતિઓ પર થતાં હુમલાના વિષયને પણ સાંકળી લેવામાં આવ્યો છે

  • The Colour of Darkness based on racism
    અમદાવાદ: પહેલાં ઓસ્ટ્રેલિયા અને હાલ અમેરિકામાં ભારતીયો પર વંશવાદી હુમલાના બનાવો થઈ રહ્યા છે. આ મુદ્દો ભારતમાં ચર્ચાનો વિષય છે. આ મુદ્દાને વાચા આપતી એક ફિલ્મ ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરતાં એક ગુજરાતી ડૉ. ગિરીશ મકવાણાએ બનાવી છે. આ ફિલ્મ ઓસ્ટ્રેલિયામાં ભારતીયો પર થયેલા હુમલા પર આધારિત છે અને બીજી બાજુ ભારતમાં પછાત જાતિઓ પર થતાં હુમલાના વિષયને પણ સાંકળી લેવામાં આવ્યો છે. ફિલ્મનું નામ છે ‘કલર ઓફ ડાર્કનેસ’ જેમાં ભારતીયો પર ૨૦૧૦માં થયેલા હુમલા અને ૧૯૬૫ની ગુજરાતના એક ગામની વાતને રજૂ કરવામાં આવી છે.

    મૂળ છે નડિયાદનાઃ
    ડૉ જી કે મકવાણા મૂળ નડીયાદના ટુંડેલ ગામના વતની છે. તેમના પિતા કાંતીભાઈ મકવાણા એક સરકારી કર્મચારી હતાં અને લેખક છે. તેમણે ડૉ આંબેડકર જીવન ચરિત્રનું સૌ પ્રથમ ગુજરાતી અનુવાદ કર્યું હતું. ડૉ જી કે મકવાણાએ બરોડા એમ એસ યુનિર્વસિટીમાંથી મ્યૂઝીકમાં માસ્ટર્સ કર્યું અને ઓસ્ટ્રેલિયામાં PhD કર્યું.

    કેમ બનાવી ફિલ્મ:
    વર્ષ ૨૦૧૦ દરમિયાન જ્યારે ડૉ જી કે મકવાણા ઓસ્ટ્રેલિયામાં હતાં ત્યારે ભારતીયો પર હુમલાની ઘટનાઓ સામે આવી હતી. આ દરમિયાન તેમણે ભારત તેમના પિતાને કોલ કર્યો હતો અને ભારતીયો પર થતાં હુમલા વિષે વાત કરી. તેમના પિતાએ કહ્યું કે આવી ઘટનાઓ બહુ જ ક્રૂર કહેવાય અને ભારતમાં પણ ઘણી જગ્યાએ આવું થયા જ કરે છે. આ વાતથી ગિરીશને ફિલ્મ બનાવવાની પ્રેરણા મળી. ગિરીશે જણાવ્યું, ''મેં જયારે ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો ત્યારે ખિસ્સામાં માત્ર ૫૦૦ ડોલર જ હતા અને પછી જયારે લોરેન જ્રીજ ને વાત કરી તેણે ફિલ્મ પ્રોડ્યુસ કરવાની હા પાડી અને પાંચ વર્ષની મહેનતના અંતે મે મહિનામાં આ ફિલ્મ રીલીઝ થશે.''

    હિંદીમાં પણ થશે રીલિઝઃ
    આ ફિલ્મ ત્રીસ લાખ ઓસ્ટ્રેલિયન ડોલરના બજેટમાં બની છે અને ૧૮મી મેના રોજ ઓસ્ટ્રેલિયામાં રિલીઝ થશે, જ્યારે ભારતમાં આ ફિલ્મ અને ૨૫મી મેના રોજ રીલીઝ થશે. આ ફિલ્મ ઓસ્ટ્રેલિયા અને ભારતમાં શૂટ કરવામાં આવી છે, તેનું એડીટીંગ ન્યૂઝીલેન્ડમાં કરવામાં આવ્યું છે, જ્યારે ડબિંગ મુંબઈમાં થયું છે. આ ફિલ્મ ૩૫ દિવસમાં શૂટ થઇ છે, જેની સ્ક્રિપ્ટ ફિલ્મના ડિરેક્ટર ડૉ. ગિરીશ મકવાણાએ લખી છે.
    ફિલ્મમાં કોણ છે?
    આ ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવનાર એકટ્રેસ મૂળ ગુજરાતી છે, જેની ચાર પેઢી ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલ છે. આ ફિલ્મના પ્રોડ્યુસર ઓસ્ટ્રેલિયન મહિલા લોરેન જ્રીજ છે, જેમણે ૩૦,૦૦૦ ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ એક ભારતીય મુદ્દાની ફિલ્મ માટે કર્યું છે. આ ફિલ્મનું મુખ્ય પાત્ર વિદ્યા મકાન અને સાહિલ સલુજા છે. ગિરીશ મકવાણાએ આ ફિલ્મની સ્ટોરી લખી છે, ગીતો લખ્યા છે અને નિર્દેશન પણ કર્યું છે.

    પગમાં પોલીયોની અસર છેઃ
    ગિરીશ મકવાણાને નાનાપણથી પગમાં પોલીયોની અસર છે અને ચાલવામાં તકલીફ પડે છે. જેના કારણે તેમને એક કાર્યક્રમમાં સ્ટેજ પર અમિતાભ બચ્ચન ચાલીને મળવા આવ્યા હતા. આમ હોવા છતાં 5 જેટલા દેશોમાં ગિરીશ પ્રવાસ કરી ચૂક્યા છે અને ફિલ્મ રીલીઝ કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મને રેઈનબો ફિલ્મ ફેસ્ટિવલ લંડન, ઢાકા ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ અને ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ મેલબર્નમાં ઓફિશિયલ એન્ટ્રી મળી છે.
    (આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, ગિરીશ મકવાણાની ખાસ તસવીરો...)
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending