તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્લેક ટાઈટ ડ્રેસમાં કરિનાએ બતાવ્યો Baby Bump, આમિર-બિગ બી મળ્યાં જોવા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ તાજેતરમાં જ ગ્લોબલ સિટીઝન ઈન્ડિયા ફેસ્ટિવલની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ પ્રસંગે મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસ, અમિતાભ બચ્ચન, આમિર ખાન, કરિના કપૂર તથા ફરહાન અખ્તર જોવા મળ્યાં હતાં. આ ઈવેન્ટને ટિસ્કા ચોપરાએ હોસ્ટ કરી હતી. બ્લેક આઉટફિટમાં કરિના કપૂર ઘણી જ ગોર્જીયસ લાગતી હતી.

19 નવેમ્બરે યોજાશે કોન્સર્ટઃ
ઈન્ટરનેશનલ સેલેબ્સ જેવા કે જે ઝેડ, પોપ્યુલર મ્યૂઝિક બેન્ડ કોલ્ડપ્લે તથા બોલિવૂડના સુપરસ્ટાર્સ ગ્લોબલ સિટીઝન ફેસ્ટિવલમાં જોડાશે. આ ચેરિટી કોન્સર્ટ મુંબઈમાં MMRDA ગ્રાઉન્ડમાં 19 નવેમ્બરના રોજ યોજાશે. આ કોન્સર્ટમાંથી આવેલા નાણાં સેનિટેશન, ક્લિન વોટર, એજ્યુકેશન તથા જેન્ડર ઈક્વાલિટી પાછળ ખર્ચ કરવામાં આવશે. આમિરે તાજેતરમાં જ શોટ ફિલ્મ 'શુરૂઆત હૂ મેં' ગ્લોબલ સિટીઝન્સ માટે શૂટ કરી હતી. કરિના કપૂરે પ્રોજેક્ટ અંગે ડિટેઈલમાં વાત કરી હતી.

આ સ્ટાર્સ કરશે પર્ફોમઃ
રણવિર સિંહ, કેટરિના કૈફ, એઆર રહેમાન, શ્રદ્ધા કપૂર, અર્જુન કપૂર, અરિજીત સિંહ, દિયા મિર્ઝા, શંકર-અહેસાન-લોય તથા મોનાલી ઠાકુર પણ પર્ફોમ કરવાના છે.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, પ્રેસ કોન્ફરન્સમાં બિગ બી, કરિના સહિતના સેલેબ્સ...)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો