FIRST LOOK: \'તમાશા\'ના હેપ્પી કપલ વેદ અને તારા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફિલ્મ 'તમાશા'માં દીપિકા પાદુકોણ અને રણબિર કપૂર)
મુંબઇ: ડિરેક્ટર ઇમ્તિયાઝ અલીની બહુચર્ચિત ફિલ્મ 'તમાશા'નો આ ફર્સ્ટ લુક છે. આમાં દીપિકા પાદુકોણ-રણબિર કપૂર સાથે ખુશ જોવા મળી રહ્યો છે. આને ફર્સ્ટ લુક કહેવામાં આવી રહ્યું છે, પણ કોરસિકામાં શૂટિંગની કેટલીક તસવીરો પહેલા જ આવી ચૂકી છે. ફિલ્મમાં રણબિર ઇઝી-ગોઇંગ વેદ સાહની અને દીપિકા તારા માહેશ્વરી બની છે.
ઉલ્લેખનીય છે કે, 'રોકસ્ટાર' પછી આ ફિલ્મ દ્વારા ઇમ્તિયાઝ અને રણબિરની જોડી ફરી સાથે કામ કરી રહી છે. દીપિકા પણ 'લવ આજ કલ'માં ઇમ્તિયાઝ સાથે કામ કરી ચૂકી છે. હવે 'તમાશા'માં ત્રણેય સાથે છે. આ ફિલ્મ 2016માં રીલિઝ થશે.