1st Day Box Collection: ‘શાદી મેં જરૂર આના’એ 3 તો ‘કરીબ-કરીબ સિંગલ’ને કરી 1.5 કરોડની કમાણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈ :  આ શુક્રવારે બોક્સ ઓફિસ પર બે ફિલ્મ્સ રીલિઝ થઈ છે. પહેલી ડિરેક્ટર રત્ના સિંહાની ફિલ્મ ‘શાદી મેં જરૂર આના’ અને બીજી તનુજા ચન્દ્રા ની ફિલ્મ ‘કરીબ-કરીબ સિંગલ’ છે. ફર્સ્ટ ડે કલેક્શનની વાત કરીએ તો ફિલ્મ ‘શાદી મે જરૂર આના’ એ લગભગ 3 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.  ફિલ્મ ‘કરીબ-કરીબ સિંગલ’એ લગભગ 1.75 કરોડી રૂપિયાની કમાણી કરી છે. આ છે ફિલ્મ્સની સ્ટોરી...
 
ફિલ્મ ‘શાદી મેં જરૂર આના’ સતેન્દ્ર/સત્તુ (રાજકુમાર રાવ) અને આરતી શુક્લા (કૃતિ ખરબંદા)ની વાર્તા છે. સત્તુ ફિલ્મમાં કાલર્કનો રોલમાં છે એટલે કે તેની પાસે સરકારી નોકરી છે, બીજી તરફ આરતીએ સિવિલ સર્વિસની પરિક્ષા આપી છે. બન્ને ફેમિલીના લોકો તેમના અરેન્જ મેરેજ કરવા માંગે છે. લગ્ન માટે બન્ને એકબીજાને એક રેસ્ટોરન્ટમાં મળે છે અને બન્ને નક્કી કરે છે કે તેઓ લગ્ન કરી શકે છે. પરંતુ લગ્નના દિવસે આરતી ભાગી જાય છે. આ વાતથી સત્તૂને ખૂબ જ દુ:ખ થાય છે. જે પછી વાર્તા 5 વર્ષ આગળ વધી જાય છે.જ્યાં સત્તૂ IAS ઓફિસર અને આરતી PCS ઓફિસ ર બની જાય છે. વાર્તામાં ટ્વિસ્ટ આવે છે જ્યારે આરતી પર અનેક આરોપ લાગે છે અને સત્તૂ તેના કેસની તપાસ કરે છે. તે પછી શું થાય છે તે માટે તમારે ફિલ્મ જોવી પડશે.
 
ફિલ્મ ‘કરીબ કરીબ સિંગલ’ની વાર્તા બે કેરેક્ટરની છે જે વધતી ઉંમરમાં પણ સિંગલ છે અને સાથીની શોધમાં છે. જયશ્રી(પાર્વતી) વિધવા છે, બીજી તરફ યોગ પ્રાજાપતિ (ઈરફાન ખાન) કવિ છે, જેની બુક્સ નથી વેંચાઈ રહી. તેની સાથે તે પોતાની ત્રણ ગર્લફ્રેન્ડ્સ(એક્સ) વિશે પણ વાત કરે છે. એક ડેટિંગ સાઈટ પર બન્ને વાતચીત કરે છે. વાતચીત દરમિયાન બન્ને યોગી(ઈરફાન)ની જૂની ત્રણ ગર્લફ્રેન્ડ્સની શોધમાં નીકળી પડે છે.  જેમાં તે પહેલા દેહરાદૂન જાય છે, પછી રાજસ્થાન અને સિક્કમ જાય છે. આવી રીતે જ વાર્તા આગળ વધે છે. બન્ને વચ્ચે પ્રેમ થઈ જાય છે પંરતુ એક બીજાને પ્રેમનો એકરાર નથી કરતા. જે પછી લગ્ન થઈ શકે છે કે નહીં, તે જોવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.
અન્ય સમાચારો પણ છે...