તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હોકી પ્લેયર સંદીપ સિંહની બાયોપિક ‘સૂરમા’નું ટિઝર પોસ્ટર થયું રીલિઝ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈ : દિલજીત દોસાંઝ લેજેન્ડ્રી ઈન્ડિયન હોકી પ્લેયર સંદીપ સિંહનું ઓનસ્ક્રીન કેરેક્ટર પ્લે કરવા જઈ રહ્યો છે. થોડા સમય પહેલા જ મેકર્સે આ ફિલ્મનું ટીઝર પોસ્ટર રીલિઝ કર્યુ છે, જેમાં ફિલ્મનું ટાઈટલ સૂરમાં લખવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં દિલજીત અને સંદીપ બન્નેની ઝલક જોવા મળી રહી છે. જેમાં દિલજીત વ્હીલ ચેર પર બેસેલો જોવા મળી રહ્યો છે. આ સંદીપ સિંહની તરફ ઈશારો કરી રહી છે જ્યારે તેણે લેગ ઈન્ઝરીના કારણે રમવાનું બંદ કરી દીધું હતુ. ઉલ્લેખનીય છે કે વર્ષ 2006માં 22 ઓગસ્ટના દિવસે ટ્રેનમાં જર્ની દરમિયાન એક્સિડેન્ટલ ગનશોટના કારણે સંદીપ ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. તેને કારણે લગભગ પેરાલાઈઝ્ડ થઈ ગયો હતો અને તેને બ વર્ષ સુધી વ્હીલ ચેર પર રહેવું પડ્યું હતુ. ઉલ્લેખનીય છે કે આ બાયોપિકમાં દિલજીત દોસાંઝ ઉપરાંત તાપસી પન્નૂ અને અંગદ બેદી પણ મહત્વના રોલમાં જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...