તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફિલ્મમાં દિલજીતની સાથે જોવા મળશે આ ક્રિકેટરના પિતા, વર્લ્ડ વોર-1 પર હશે બેસ્ડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈ : થોડા સયમ પહેલા દિલજીત દોસાંઝ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બ્રિટિશ આર્મીની ડ્રેમમાં એક ફોટો અપલોડ કર્યો છે. આ ફોટોમાં ક્રિકેટર યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહ પણ જોવા મળી રહ્યા છે. સૂત્રોનું માનીએ તો દિલજીત દોસાંઝ ‘રંગરૂટ’નામની એક ફિલ્મમાં કામ કરી રહ્યાં છે જે વર્લ્ડ વોર 1 પર આધારિત છે. આ ફિલ્મમાં દિલજીત દોસાંઝ અને યોગરાજ સિંહને સિખ રેજિમેન્ટનો ભાગ બતાવવામાં આવ્યો છે. જે વર્લ્ડ વોર-1માં બ્રિટિશર્સ માટે લડી હતી. લાઈવ થયો હતો દિલજીત......
 
થોડા સમય પહેલા જ દિલજીત ફેસબુક પર લાઈવ થયો હતો. દિલજીતે જણાવ્યું હતું કે ‘આ ફિલ્મ વર્લ્ડ વોર-1 પર બેસ્ડ છે. જેનુ શૂટિંગ અમે ઈંગ્લેન્ડમાં કરી રહ્યાં છીએ. શૂટિંગ શરૂ થયાને હજી બે દિવસ જ થયા છે. ટુંક સમયમાં જ આ ફિલ્મની રીલિઝ ડેટ અને નામ સામે આવશે. ફિલ્મને પંકજ બત્રા ડિરેક્ટ કરી રહ્યાં છે. અને ફિલ્મની વાર્તા ગુરપ્રીત ભલેડીએ લખી છે. તે જણાવે છે કે ‘ આ મારી પહેલી ફિલ્મ છે જે હું પકંજ બત્રા સાથે કરવા જઈ રહ્યો છુ.’ દિલજીત વધુમાં જણાવ્યું હતું કે ‘ આ એક મોટી જવાબદારી છે, મને તમારા સપોર્ટની જરૂર છે’
અન્ય સમાચારો પણ છે...