તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'ધીરે ધીરે સે..'માં સોનમ-રીતિકે મચાવી દીધી ધમાલ, તસવીરો થઈ Viral

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ તૂર્કીમાં ગીતના શૂટિંગમાં વ્યસ્ત રીતિક-સોનમ)
મુંબઈઃ બોલિવૂડ સ્ટાર રીતિક રોશન તથા સોનમ કપૂર હાલમાં તૂર્કીમાં શૂટિંગ કરી રહ્યાં છે. આ બંને 1990માં આવેલી ફિલ્મ 'આશિકી'ના સુપરહિટ ગીત 'ધીરે ધીરે...'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ગીતને ફરીવાર શૂટ કરવામાં આવી રહ્યું છે. રીતિક તથા સોનમ કપૂરની શૂટિંગ સમયની તસવીરો સોશ્યિલ મીડિયામાં વાયરલ થઈ છે.

આ ગીત ફિલ્મની 25મી એનિવર્સિરી પર રીલિઝ કરવામાં આવશે. આ ફિલ્મને 23 જુલાઈના રોજ 25 વર્ષ પૂર્ણ થશે. રીતિક અને સોનમ પહેલી જ વાર આ રીતે ગીતમાં સાથે કામ કરી રહ્યાં છે. આ પહેલાં રીતિક અને સોનમે મોબાઈલની જાહેરાતમાં સાથે કામ કર્યું હતું. 'ધીરે ધીરે' ગીતને નવેસરથી કરવાનો વિચાર સ્વ. ગુલશન કુમારના પુત્ર ભૂષણ કુમારને આવ્યો હતો. તે નવેસરથી ગીત રેકોર્ડ કરીને પિતાને ટ્રિબ્યૂટ આપવા ઈચ્છતો હતો. તેના પિતાનું આ ફેવરિટ સોંગ હતું.
ભૂષણ કુમારે રીતિક રોશન સાથે વાત કરી હતી અને રીતિકને આ વિચાર ગમી ગયો હતો અને તે કામ કરવા તૈયાર થઈ ગયો હતો.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, 'ધીરે ધીરે સે...'માં રીતિક અને સોનમ....)