મુંબઈ : ધર્મેન્દ્રની ઈચ્છા છે કે સની દેઓલ અને બોબી દેઓલ સાથે તેમની ફિલ્મ ‘અપને’ની સિક્વલ બને. ધર્મેન્દ્ર પોતાની દેખરેખ હેઠળ આ ફિલ્મની સ્ક્રિપ્ટ પણ લખાવી રહ્યાં છે. ફિલ્મ માટે એક ગીત પણ ફાઈનલ કરવામાં આવ્યું છે. ‘અપને’ની લીડ સ્ટારકાસ્ટ, સ્ટોરી પર કામ ચાલુ છે. તેનું શૂટિંગ કરણ દેઓલની ડેબ્યૂ ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’ અને ધરમ-સની-બોબીની ‘યમલા પગલા દીવાના ફિર સે’ની રીલિઝ પછી શરૂ થઈ શકે છે. આ હશે ફિલ્મનું નામ...
ફિલ્મનું ટાઈટલ ‘દિલાવર ખાં કા બેટા’ હોઈ શકે છે. શાહિદ કપૂર સ્ટારર ‘વિવાહ’ અને સલમાન-સોનમ સ્ટારર ‘પ્રેમ રતન ધન પાયો’ના ડાયલોગ્સ લખી ચૂકેલા સ્ક્રિપ્ટ રાઈટર આસકરણ અટલે આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે ધર્મેન્દ્રને પોતાની સ્ક્રિપ્ટ ‘હીમેન કા ફેન’ની વાર્તા સંભળાવવા માટે ગયો હતો. જેમાં એક સુપરસ્ટાર અને તેના ફેની વાર્તા હોય છે. ધર્મેન્દ્ર જીને સ્ટોરી આઈડિયા ખૂબ જ પસંદ આવ્યો હતો, પરંતુ તેમણે એક અન્ય વાર્તા પર કામ કરવામાં વધારે રસ ધરાવતા હતા. તેમણે કહ્યું, ફિલ્મ ‘અપને’ મારા દિલની ખૂબ જ નજીક છે . જેમાં પિતા અને તેના બન્ને દીકરાઓ વચ્ચે જે રીતે ઈમોશનલ કનેક્શન છે, તે મને ‘ટચ’ કરે છે. સૌથી પહેલા હું એવી ફિલ્મ બનાવવા માંગુ છુ, જેમાં ‘અપને’ની સ્ટોરીને એક્સટેન્શન મળે’
અટલે આ આઈડિયા પર ‘દિલાવર ખાં કે બેટે’ સ્ક્રિપ્ટ લખી છે, જે ધર્મેન્દ્રને સારી લાગી હતી. તેમણે સ્ક્રિપ્ટનું એક ગીત ‘યાદ બહુત આતે હૈ ગુડ્ડા ગુડિયા વાળા દિવસ’ ને લોક કરી દીધુ હતુ. તેને કાનપુરના કવિ પ્રમોદ તિવારીએ લખ્યું છે. પ્રમોદ પ્રમાણે ધર્મેન્દ્ર કેમ્પે ‘મુલ્લા-પંડિત’ ગીતને પણ ફિલ્મમાંનો ભાગ બનાવવાનું મન બનાવી લીધુ છે.
ઈન્ટ્રેસ્ટિંગ છે સ્ટોરીલાઈન
‘અપને’ની સિક્વલ માટે તૈયાર કરવામાં આવેલી સ્ક્રિપ્ટમાં વાર્તા પિતા અને તેના બે દીકરાઓનાં સંબધ પર આધારિત છે, પરંતુ તેમાં પાકિસ્તાન કનેક્શન પણ છે. સની દેઓલ ‘ગદર’માં પાકિસ્તાન જવાનું સિક્વન્સ કરી ચૂક્યા છે, માટે ધર્મેન્દ્ર એ એન્ગલ ચેન્જ કરી રહ્યા છે. ‘યમલા-પગલા દીવાના ફિર સે’ની રીલિઝ પછી ધરમ, સની અને બોબી ફિલ્મ ‘દિલાવર ખાં કે બેટે’ પર કામ શરૂ કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.