તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Couple Trouble: દીપિકાએ ભણશાલીની રણવિર સ્ટાર ફિલ્મને અધવચ્ચે લટકાવી!

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ રણવિર સિંહના લગ્નનો પ્રસ્તાવ દીપિકા પહેલાં જ ઠુકરાવી ચૂકી છે. હવે, સંજય લીલા ભણશાલીની આગામી ફિલ્મ સાઈન કરવાની વાત દીપિકાએ અધવચ્ચે લટકાવી રાખી છે. કહેવાય છે કે હવે, આ પ્રેમી યુગલ વચ્ચે પહેલાં જેવા સંબંધો રહ્યાં નથી. રણવિર અને દીપિકા મીડિયાની સામે ગુડ ફ્રેન્ડ હોવાનું નાટક કરે છે. જોકે, બંને વચ્ચે સંબંધો છે પરંતુ હવે, આ સંબંધો ભવિષ્યમાં રહેશે કે નહીં તે એક સવાલ છે.

રણવિરે આપી ભણશાલીને ડેટ્સઃ
'રામ-લીલા' અને 'બાજીરાવ મસ્તાની' બનાવ્યા બાદ સંજય લીલા નવી ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યાં છે. આ ફિલ્મની વાર્તા તેમણે રણવિરને સંભળાવી હતી. રણવિરે હા પાડી અને 2017માં દિવાળી પછીની ડેટ્સ આપવાની વાત કરી હતી. આ પહેલાંની ડેટ્સ રણવિરે આદિત્ય ચોપરા તથા રોહિત શેટ્ટીની ફિલ્મ્સને ફાળવી છે.

દીપિકાએ નથી હા પાડી કે નથી નાઃ
રણવિર પછી ભણશાલીએ દીપિકા સાથે વાત કરી હતી. તેમણે દીપિકાને પણ વાર્તા સંભળાવી હતી પરંતુ દીપિકાએ વાર્તા સાંભળ્યા બાદ ફિલ્મ કરશે કે નહીં તે અંગે કોઈ જવાબ આપ્યો નથી. હાલમાં દીપિકા હોલિવૂડ એક્શન સ્ટાર વિન ડીઝલની સાથે ફિલ્મ કરે છે. ત્યારબાદ બ્રાડ પિટ સાથે ફિલ્મ કરે તેવી શક્યતા છે. એવું પણ થઈ શકે કે ભણશાલીની ફિલ્મ અને રણવિરને અહીંયા મૂકીને દીપિકા હોલિવૂડમાં જતી રહે.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, હોલિવૂડમાં વ્યસ્ત દીપિકા....)
અન્ય સમાચારો પણ છે...