તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'દંગલ'ની રીલિઝ પહેલાં નર્વસ થયો આમિર ખાન, લાગી આ ખરાબ લત...

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ બોલિવૂડ એક્ટર આમિર ખાનની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ 'દંગલ' 23 ડિસેમ્બરના રોજ રીલિઝ થવાની છે. રીલિઝ પહેલાં આમિર ઘણો જ નર્વસ છે. આમિરે સ્મોકિંગ શરૂ કરી દીધું છે. જોકે, આમિરે પહેલી જ વાર સિગારેટ પીધી હોય તેવું નથી. આમિરની જ્યારે પણ નવી કોઈ ફિલ્મ રીલિઝ થવાની હોય ત્યારે આમિર નર્વસ થઈ જાય છે અને સ્ટ્રેસને દૂર કરવા માટે સ્મોકિંગ કરે છે.

'પીકે', 'ધૂમ 3'ની રીલિઝ પહેલાં પણ આમિર પીવા લાગ્યો હતો સિગારેટઃ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, માત્ર 'દંગલ' રીલિઝ થવાની છે ત્યારે જ નહીં પરંતુ આમિર પોતાની દરેક ફિલ્મની રીલિઝ પહેલાં આટલો જ નર્વસ થી જાય છે અને તેને દૂર કરવા માટે સ્મોકિંગ શરૂ કરી દે છે. જોકે, નાનકડો આઝાદ આસપાસ હોય તો આમિર સ્મોકિંગ કરતો નથી.

આ વર્ષે જાન્યુઆરીમાં છોડી હતી સિગારેટઃ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આમિર ખાને આ વર્ષે જાન્યુઆરીમાં સિગારેટ પીવાનું બંધ કર્યું હતું. ત્યારબાદ ફિલ્મ 'દંગલ'માં પહેલાવાની લુક માટે જીમમાં સખ્ત વર્ક આઉટ કર્યું હતું. હવે જ્યારે આ ફિલ્મ રીલિઝ થવાની તૈયારીમાં છે, ત્યારે આમિર સિગારેટના કશ લગાવવા લાગ્યો છે.

ક્રિસમસ પર રીલિઝ થશે દંગલઃ
આમિરની આ ફિલ્મ 23 ડિસેમ્બરે રીલિઝ થશે. ફિલ્મમાં આમિરે રેસલિંગ કોચ મહાવીર સિંહ ફોગટનો રોલ પ્લે કર્યો છે. 'દંગલ' એક પિતા તથા તેની પુત્રીઓની ઈમોશનલ વાર્તા છે. આ ફિલ્મને નિતેશ તિવારીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં ફાતિમા સના શેખ, સાન્યા મલ્હોત્રા તથા સાક્ષી તન્વર છે.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, 'દંગલ'માં આમિર ખાન...)
અન્ય સમાચારો પણ છે...