એનિમલ લવર આ એક્ટ્રેસે કર્યુ પેટ એડોપ્ટ, નામ રાખ્યું Kiki

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ ડેઝી શાહ એક ડોગ લવર છે અને તેણે થોડા સમય પહેલા એક ડોગ એડોપ્ટ કર્યો હતો. ડેઝીએ આ ડોગનું ખૂબ ક્યૂટ નામ રાખ્યું છે કિકિ. ડેઝીને બાળપણથી જ ડોગ્સ સાથે ખૂબ જ લગાવ છે. થોડા સમય પહેલા ડેઝીએ World For All Animal Care & Adoptions (WFA) દ્વારા ઓર્ગનાઈઝ કરેલા ઈવેન્ટ 'Adopathon 2017'ના સપોર્ટમાં આવી હતી અને તેમાંથી એક પેટ એડોપ્ટ કર્યો હતો. ખૂબ જ ખુશ છે ડેઝી...

 

-ડેઝી આ મુંબઈ બેસ્ડ એનિલ વેલ્ફેર એનજીઓ સાથે જોડાઈને ખૂબ જ ખુશ છે. ડેઝી જ નહીં, તેની પૂરી ફેમિલીને પણ એનિમલ્સ સાથે ખાસ લગાવ છે અને બધા જ પોતાના ઘરે આવેલા નવા મેમ્બરના કારણે ખૂબ જ ખુશ છે.

-આ એનજીઓ ખૂબ જ એક્ટિવ છે અને વર્ષ 2011થી દર વર્ષે પોતાના કેમ્પ ઓર્ગેનાઈઝ કરતું રહે છે.

-આ વર્ષ આ કેમ્પને મોટી સફળતા મળી છે, કેમ કે બે દિવસમાં જ લગભગ 180 એડોપ્શન્સ થઈ ચૂક્યા છે. તેની સાથે જ એશિયા આ કેમ્પ એશિયાનું સૌથી મોટુ પેટ એડોપ્શન કેમ્પ બની ગયું છે.

-એક લીડિંગ ડેઈલી સાથે થયેલી વાતચીમાં ડેઝીએ જણાવ્યું ‘હું પપિઝને જોઈને ખૂબ જ ઈમોશનલ થઈ જાયું છે. મેં બાળપણથી જ મારા ઘરે પેટને જોયા છે. મારા પિતા પણ એનિમલ લવર હતા અને તેમના મૃત્યુ પછી અમારી કોશિશ રહી છે કે ઘરમાં એક પેટ તો હોવું જ જોઈએ’

-ઉલ્લેખનીય છે કે ડેઝીની પાસે પહેલાથી જ ચિહુઆહુઆ બ્રીડનો એક ડોગ છે જેનું નામ બ્લેસી છે.

-ડેઝીએ પોતાનું ફિલ્મ કરિયરની શરૂઆત સલમાન ખાનની સાથે ફિલ્મ ‘જય હો’થી કરી હતી, જેમાં તે લીડ રોલમાં જોવા મળી હતી. તે પછી તેણે ‘હેટ સ્ટોરી 3’માં કામ કર્યુ હતુ. હાલ તે ‘રેસ 3’ના શૂટિંગમાં બિઝી છે.

 

આગળની સ્લાઈડ્સમાં જૂઓ બીજો એક ફોટો...

અન્ય સમાચારો પણ છે...