તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગેરકાનૂની બાંધકામ બદલ કપિલ શર્મા અને ઇરફાન ખાન સામે નોંધાઇ FIR

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઇઃ બૃહદ મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ના ઓફિસરની ફરિયાદ બાદ કપિલ શર્મા અને ઇરફાન ખાન વિરુદ્ધ ઓશિવારા પોલીસ સ્ટેશનમાં ગેરકાનૂની બાંધકામને લઇને એફઆઇઆર નોંધાઇ છે. કપિલ શર્માએ નિયમોનો ભંગ કર્યો છે કે નહીં તે ચકાસવા માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે કપિલની વર્સોવા સ્થિત ઓફિસની મુલાકાત લઇ ઓફિસની અને આજુબાજુની જગ્યાનો સર્વે કર્યો હતો.

શું કહેવું છે ફોરેસ્ટ ઓફિસરનું

આસિસ્ટન્ટ ફોરેસ્ટ કન્ઝર્વેટર મકરંદ ઘોડકેએ કહ્યું હતું કે," જે જગ્યાની અમને ફરિયાદ મળી છે તે જગ્યાની અમે જીપીએસ અને અન્ય સાધનોની મદદથી ચકાસણી કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં માહિતી એકઠી કરીને કલેક્ટરને આપીશું. અમને એ પણ ફરિયાદ મળી છે કે માત્ર કપિલ શર્મા જ નહીં અન્ય કેટલાક લોકોએ પણ નિયમોનો ભંગ કર્યો છે."

કપિલ શર્મા અને ઇરફાન ખાન વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ

મુંબઇના ઇસ્ટ ગોરેગાંવના ડીએલએચ એન્ક્લેવમાં બંનેના ઘર આવેલાં છે. આરોપ છે કે બંને એક્ટરે બીએમસીને આપેલા ફ્લેટના પ્લાનમાં ફેરબદલ કર્યો હતો. બીએમસીને બાંધકામના નિયમોનો ભંગ જોવા મળ્યો છે. જો આ આરોપ સાચા નીકળ્યા તો કપિલ અને ઇરફાનને ત્રણ વર્ષની જેલ થઇ શકે છે.
શું છે મામલો
-સોમવારે મોડી સાંજે બીએમસી એન્જિનિયર અભય જગતાપે ઓશિવારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. આ ફરિયાદના આધારે પોલીસે એફઆઇઆર નોંધી છે.
-આ ફરિયાદમાં કપિલ પર 9માં માળે પોતાના ફ્લેટમાં ગેરકાયદે રીતે નિર્માણ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ જ બિલ્ડિંગમાં 5માં ફ્લોર પર ઇરફાનનો ફ્લેટ છે.
-પોલીસે બન્ને એક્ટર ઉપરાંત બિલ્ડર વિરુદ્ધ મહારાષ્ટ્ર રિજનલ ટાઉન પ્લાનિંગ એક્ટ(એમઆરટીપી),1996ની સેક્શન 53(7) હેઠળ કેસ દાખલ કર્યો છે.
-જો આ આરોપ સાચા નીકળે તો બન્નેને 3 વર્ષની સજા થઇ શકે છે અને 2000થી લઇને 5000 સુધીનો દંડ પણ થઇ શકે છે. નોંધનીય છે કે કપિલ પોતાની વર્સોવામાં બની રહેલી ઓફિસને લઇને પણ વિવાદમાં છે.
MNS નેતાએ પણ કરી ફરિયાદ
-સોમવારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(એમએનએસ)એ પણ વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
- એમએનએસ નેતા સંદીપ દેશપાંડેએ આરોપ લગાવ્યા છે કે,"કપિલે લાંચ માંગનાર આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી નથી અને બીએમસીને પણ જણાવ્યું નથી. આ મામલે કપિલની વર્તણૂંક જવાબદારી ભરેલી નથી અને પોતાની ફરજ બજાવી નથી."
-બીએમસીએ કપિલ સાથે એક્ટર ઇરફાન ખાન વિરૂદ્ધ ગેરકાયદે બાંધકામની ફરિયાદ નોંધાવી છે.
બીજેપી નેતાએ પણ કરી હતી ફરિયાદ
-બીજેપી સાંસદ રામ કદમે કપિલ વિરૂદ્ધ મુંબઇના સાઇબર સેલમાં ફરિયાદ નોંધાવી છે સાથે જ કપિલના આરોપોની એન્ટી કરપ્શન બ્યુરો પાસે તપાસ કરાવવાની માંગ કરી છે.
-મુંબઇ પોલીસના સ્પોકપર્સન અશોક દુધેએ કહ્યું હતું કે,"અમને ફરિયાદ મળી છે. આરોપોની તપાસ માટે ફરિયાદને એન્ટી કરપ્શન ડિપાર્ટમેન્ટ પાસે મોકલવામાં આવી છે."
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી વાંચો શા માટે વિવાદમાં આવ્યો કપિલ.....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો