Divya Bhaskar

Home » Bollywood » News » Bollywood Buzz » raakhee gets tearful on shashi Kapoors demise, requests to be left alone

શશિના નિધનના ન્યૂઝ મળતા જ કો-સ્ટાર બોલવાને બદલે રડતી રહી ચોધાર આંસુએ

Divyabhaskar.com | Updated - Dec 05, 2017, 06:44 PM

શશિના અવસાનના આ સમાચાર મળતા જ એક્ટ્રેસ કંઈ બોલી શકે એવી સ્થિતિમાં રહી નહોતી

  • raakhee gets tearful on shashi Kapoors demise, requests to be left alone
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    'કભી કભી'ના એક સીનમાં શશિ કપૂર સાથે રાખી ગુલઝાર

    મુંબઈઃ 4 ડિસેમ્બરના રોજ સાંજના પાંચ વાગ્યે બોલિવૂડ લિજેન્ડ શશિ કપૂરનું 79 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયું હતું. આ ખબરથી ફિલ્મ જગતમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. શશિ કપૂર સાથે 'શર્મિલી', 'કભી કભી', 'કાલા પત્થર', 'શાન', 'ત્રિશૂલ' અને 'દૂસરા આદમી' જેવી ફિલ્મ્સ કરનારી રાખી ગુલઝારે આ વાત સાંભળી તો તે દુઃખમાં ડૂબી ગઈ હતી.

    શશિના નિધનના સમાચાર મળતા બોલી ના શકી રાખી

    આ સમાચાર મળતા જ રાખી કંઈ બોલી શકે એવી સ્થિતિમાં રહી નહોતી. એક અંગ્રેજી વેબ પોર્ટલ સાથેની વાતચીતમાં રાખીએ કહ્યું,''મને આ ખબર અંગે જાણ છે, પણ હાલ બોલવાની હાલતમાં નથી. હું બોલીશ પણ હાલ નહીં. ''

    સતત રડતી રહી હતી રાખી

    આ અંગ્રેજી વેબસાઈટ પર તેની સાથે વાત કરી હતી. વાત કરવા દરમિયાન રાખી સતત રડી રહી હતી. ઉલ્લેખનીય છે કે, શશિ કપૂરના 5 ડિસેમ્બરના રોજ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

    તો બીજી તરફ કાકા શશિ કપૂરના નિધનના સમાચાર મળતા જ રીશી કપૂરે તેની આગામી ફિલ્મ 'રાજમા ચાવલ' શૂટિંગ અટકાવી દીધું હતું. ત્યાર બાદ તેઓ મુંબઈ આવી પહોંચ્યા હતા. આ સિવાય અનેક બોલિવૂડ સેલેબ્સ પણ શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા.

    આગળ જુઓ શશિ કપૂર અને રાખી ગુલઝારના વધુ ફોટોઝ

  • raakhee gets tearful on shashi Kapoors demise, requests to be left alone
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    શશિ કપૂર સાથે રાખી ગુલઝાર
  • raakhee gets tearful on shashi Kapoors demise, requests to be left alone
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    'ત્રિશુલ'ના એક સીનમાં શશિ કપૂર સાથે રાખી ગુલઝાર
  • raakhee gets tearful on shashi Kapoors demise, requests to be left alone
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    મેગેઝિનના કવર પર શશિ કપૂર સાથે રાખી ગુલઝાર
  • raakhee gets tearful on shashi Kapoors demise, requests to be left alone
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    'ત્રિશુલ'ના સેટ પર ડિરેક્ટર યશ ચોપરા, શશિ કપૂર સાથે રાખી ગુલઝાર અને સંજીવ કુમાર
  • raakhee gets tearful on shashi Kapoors demise, requests to be left alone
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    રાખી સાથે શશિ કપૂર
  • raakhee gets tearful on shashi Kapoors demise, requests to be left alone
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    'કભી કભી'ના એક સીનમાં શશિ કપૂર સાથે રાખી ગુલઝાર
  • raakhee gets tearful on shashi Kapoors demise, requests to be left alone
    'શર્મિલી'ના એક સીનમાં શશિ કપૂર સાથે રાખી ગુલઝાર
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending