(ફાઇલ તસવીર: જ્હોન અબ્રાહમ અને ઇમરાન ખાન)
મુંબઇ: બે વર્ષના બ્રેક પછી અભિનેતા ઇમરાન ખાન રૂપેરી પડદે ધમાકેદાર એન્ટ્રીની તૈયારીઓ કરી રહ્યો છે. તેની પાસે હાલ નિખિલ અડવાણીની 'કટ્ટી-બટ્ટી' અને તિગ્માંશુ ધુલિયાની એક ફિલ્મ છે.
હાલ ઇમરાનના ખાતામાં વધુ એક ફિલ્મ આવી હોવાની ચર્ચા છે. સૂત્રો પ્રમાણે ઇમરાન અભિનેતા જ્હોન અબ્રાહમ સાથે ફિલ્મ 'ફોર્સ 2'માં લીડ રોલમાં જોવા મળશે.
આ વાત અંગે ડિરેક્ટર અભિનય દેવોએ કહ્યું હતું કે તેમણે મહિના પહેલા તેની સાથે ચર્ચા કરી હતી. જો આ સમાચાર સાચા ઠરે તો આ ઇમરાનની ત્રીજી એક્શન ફિલ્મ હશે. આ પહેલા તે 'કિગનેપ' અને 'લક'માં કામ કરી ચૂક્યો છે.