વર્ષની સૌથી સફળ ફિલ્મ બની 'તનુ વેડ્સ મનુ રિટર્ન્સ', કર્યા 72 કરોડ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(કંગના રાનોટ અને આર માધવન)
મુંબઇ: આ શુક્રવારે હિંદી, અંગ્રેજી અને પ્રાંતીય ભાષાની મળીને કુલ 18 ફિલ્મ્સ રીલિઝ થઇ. ફિલ્મ્સની ભીડમાં હિંદી સિનેમાના દર્શકો માટે નિર્માતા વાસુ ભગનાનીની 'વેલકમ ટુ કરાંચી' સૌથી મોટું આકર્ષણ છે. સમગ્ર વિશ્વના પ્રિન્ટ અને પ્રચારના ખર્ચ સાથે કુલ બજેટ 20 કરોડ રૂપિયા છે. વાસુ ભગનાનીનો પુત્ર જેકી આ ફિલ્મમાં અરશદ વારસી સાથે સહ-અભિનેતા છે.
ગયા સપ્તાહે રીલિઝ થયેલી 'તનુ વેડ્સ મનુ રિટર્ન્સ'એ પહેલા દિવસે નવ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મ દર્શકોને પસંદ પડી હતી અને સાપ્તાહિક કમાણી 72 કરોડ રૂપિયા થઇ. રસપ્રદ વાત એ રહી કે સોમવારથી ગુરુવાર સુધી તેની કમાણીમાં કોઇ કમી ન આવી.
ચાલુના દિવસોમાં પણ અવિશ્વસનીય કમાણી કરી આ ફિલ્મે સાબિત કરી દીધું છે કે સારી પ્રોડક્ટ વેચાય જ છે. ફિલ્મ બે સપ્તાહમાં જ 100 ક્લબમાં સામેલ થઇ જશે અને અનુમાન છે કે માત્ર ભારતમાં તેની લાઇફ ટાઇમ કમાણી 120 કરોડ રહેશે.
અન્ય સમાચારો પણ છે...