તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિમેશે લીધા કોમલ સાથે ડિવોર્સ, અલગ થયા બાદ પણ રહેશે એક જ બિલ્ડીંગમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ મૂળ ગુજરાતી અને બોલિવૂડ મ્યૂઝિસિયન તથા એક્ટર હિમેશ રેશમિયા અને કોમલના કાયદાકીય રીતે ડિવોર્સ થઈ ગયા છે. આજે (7 જુન)બોમ્બે હાઈકોર્ટે બન્ને ડિવોર્સને મંજુરી આપી દીધી છે. આમ 1994માં લગ્ન કરનારા હિમેશ અને કોમલના 22 વર્ષના લગ્ન જીવનનો અંત આવી ગયો છે. ઉલ્લેખનીય છે કે, ડિવોર્સ બાદ હિમેશ કથિત પ્રેમિકા સોનિયા સાથે લગ્ન કરે એવી ચર્ચા ચાલી રહી છે.  હિમેશે કહ્યું-કોમલ ફેમિલીનો હિસ્સો છે અને રહેશે
 
આ અંગે હિમેશે એક સ્ટેટમેન્ટ રીલિઝ કરી જણાવ્યું હતું કે,''અમે બન્ને એકબીજાનું સન્માન કરીએ છીએ. જીવનમાં ઘણીવાર પરસ્પર સહમતિ સૌથી મહત્વપૂર્ણ બની જાય છે.અમારા સંબંધોને માન આપીને મેં અને કોમલે કાયદાકીય રીતે અલગ થવાનો નિર્ણ કર્યો છે.આ નિર્ણયથી અમારામાંથી કે અમારા ફેમિલીના તમામ સભ્યોને કોઈ પ્રોબ્લેમ નથી. તેઓ અમારા નિર્ણયનું સન્માન કરે છે. કોમલ હંમેશને માટે અમારા ફેમિલીનો હિસ્સો છે અને રહેશે અને હું તેની ફેમિલીનો હિસ્સો રહીશ.    ''
 
કોમલે કહ્યું-આ ડિવોર્સ માટે સોનિયા નથી જવાબદાર
જ્યારે આ અંગે કોમલે કહ્યું કે,''હું અને હિમેશ એકબીજાનું ખૂબ સન્માન કરીએ છીએ, તેમજ કાયદાકીય રીતે અલગ થવાનો આ નિર્ણય અમારો સંયુક્ત છે. હું હંમેશા તેના તેની ફેમિલીનો ભાગ રહીશ અને તેમજ તે પણ રહેશે. અમારા લગ્ન જીવનમાં વિસંગતતા હતી અને આ ડિવોર્સ પાછળ કોઈ જવાબદાર નથી. અમે એકબીજાનું સન્માન જાળવીએ છીએ. આ મામલામાં કોઈને ઢસડવાની જરૂર નથી. આ ડિવોર્સ માટે સોનિયા જવાબદાર નથી. અમારો દિકરો સ્વયમ અને ફેમિલી સોનિયાને પ્રેમ કરે છે. ''
 
સોનિયાએ કહ્યું-હિમેશનું ફેમિલી મારું ફેમિલી
તો બીજી તરફ આ ડિવોર્સ માટે જેને જવાબદાર માનવામાં આવે છે એવી હિમેશની કથિત ગર્લફ્રેન્ડ સોનિયાએ જણાવ્યું હતું કે,''હિમેશનું ફેમિલી મારું ફેમિલી છે અને હું તેને ચાહું છું''.આ ફેમિલીની નિકટના સૂત્રો કહે છે કે, ડિવોર્સ બાદ કોમલ હિમેશ જે બિલ્ડીંગમાં રહે છે ત્યાં જ રહેશે.
 
આગળની સ્લાઈડ્સમાં કોર્ટ ગયેલા હિમેશ રેશમિયા અને કોમલના વધુ ફોટોઝ
અન્ય સમાચારો પણ છે...