(ફાઈલ તસવીરઃ સલમાન ખાન)
મુંબઈઃ સલમાન ખાનના હિટ એન્ડ રન કેસમાં મુંબઈ હાઈકોર્ટે 30 જુલાઈના રોજ ફાઈનલ હિયરિંગ રાખવાનું નક્કી કર્યું છે. સલમાન ખાનને 2002ના હિટ એન્ડ રન કેસ મામલે 6 મેના રોજ 13 વર્ષ પછી સજા ફટકારવામાં આવી હતી. જોકે, તેને 8 મેના રોજ હાઇકોર્ટથી જામીન મળ્યા હતા.
સલમાને આ કેસ હાઈકોર્ટમાં પડકાર્યો છે અને હાઈકોર્ટમાંથી સલમાન ખાને જામીન મેળવ્યા છે. હાઈકોર્ટમાં છેલ્લાં કેટલાંય સમયથી આ કેસને લઈને સુનાવણીની મુદ્દત પડતી હતી.
નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે હિટ એન્ડ રન કેસમાં સલમાનના જામીન રદ કરવાની માંગ કરતી એક પીટિશન રદ્દ કરી નાખી છે.