તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રડી-રડીને એશની આંખો થઈ લાલચોળ, અંબાણી સહિતના સેલેબ્સે આપ્યો સધિયારો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચનના પિતા કૃષ્ણારાજના અંતિમ સંસ્કાર 18 માર્ચના રોજ જ કરી દેવામાં આવ્યા હતાં. ઐશ્વર્યા રાય બચ્ચન પિતાની ઘણી જ નિકટ હતી. પિતાના અંતિમ સંસ્કારમાં એશ ભાંગી પડી હતી. રડી-રડીને ઐશ્વર્યાની આંખો પણ લાલચોળ થઈ હતી. એશને પતિ અભિષેક બચ્ચને મુશ્કેલીથી સંભાળી હતી. 

આ સેલેબ્સે આપી એશને હિંમતઃ
એશના પિતાનું અવસાન થતાં જ બોલિવૂડમાંથી અનેક સેલેબ્સ એશના ઘરે(પિયર) આવી ગયા હતાં. શાહરૂખ ખાન, અનિલ અંબાણી, સંજય લીલા ભણશાલી, રણધિર કપૂર, બંટી વાલિયા, જેપી દત્તા, સૌફી ચૌધરી, પુનિત મલ્હોત્રા સહિતના સેલેબ્સ અંતિવિધિમાં સામેલ થયા હતાં.

કૃષ્ણારાજને હતું કેન્સરઃ
કૃષ્ણારાજને કેન્સર હોવાથી છેલ્લાં એક મહિનાથી લીલાવતી હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. છેલ્લાં પાંચ-છ દિવસ તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતાં. પિતાને જ્યારે વેન્ટિલેટર પર શીફ્ટ કરવામાં આવ્યા ત્યારે એશ પતિ સાથે અડધી રાત્રે લીલાવતી હોસ્પિટલ ગઈ હતી. પિતાની હાલત જોઈને એશ ઘણી જ ગભરાઈ ગઈ હતી.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, કૃષ્ણારાજની અંતિમવિધિમાં બોલિવૂડ સેલેબ્સ....)
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો