મુંબઈઃ પ્રિયંકાએ માર્ચમાં આવેલી 'જય ગંગાજલ' બાદ એક પણ હિંદી ફિલ્મ સાઈન કરી નથી. તે પોતાના હોલિવૂડ પ્રોજેક્ટસ 'ક્વાન્ટિકો' તથા 'બેવોચ'માં વ્યસ્ત છે. કેટલાંક સમય પહેલાં પ્રિયંકા ભારત આવી હતી પરંતુ તેણે એક પણ ફિલ્મ સાઈન કરી નથી. જોકે, પ્રિયંકાએ કેટલાંક ડિરેક્ટર્સ સાથે મુલાકાત જરૂરથી કરી હતી. જોકે, એક પણ પ્રોજેક્ટ હાથ પર લીધો નથી.
ઓફ બીટ ફિલ્મ્સને પ્રાથમિકતાઃ
સૂત્રના જણાવ્યા પ્રમાણે, પ્રિયંકા એ જ ફિલ્મનો હિસ્સો બનશે, જેમાં તેનો લીડ રોલ હશે. ઓફ-બીટ ફિલ્મ્સને પહેલાં પ્રાથમિકતા આપી હતી. પ્રિયંકાને 'જય ગંગાજલ' માટે ચાર કરોડ રૂપિયા મળ્યાં હતાં. 'બાજીરાવ મસ્તાની' માટે પ્રિયંકાને પાંચ કરોડ મળ્યાં હતાં. હવે, પ્રિયંકાએ પોતાની ફી વધારીને 12.5 કરોડ રૂપિયા કરી નાખી છે, એટલે કે પ્રિયંકાએ પોતાની ફી અઢી ગણી વધારી છે. પ્રિયંકાએ એટલા માટે ફી વધારે છે કે તે હવે માત્ર સિલેક્ટિવ પ્રોજેક્ટ્સમાં જ કામ કરવા માંગે છે.
હોલિવૂડમાં તેને સારો પ્રતિભાવ મળ્યો છે. તે ત્યાં જ ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. હોલિવૂડમાં પણ પ્રિયંકાને બિગ ઓફર્સ મળ્યાં છે, જેની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે.
(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, 'ડોન 3'માં પ્રિયંકાએ શું રાખી શરત...)