દીકરી સારાને લઈ સૈફે કહેલી આ વાતો પર ભડકી ઉઠી Ex Wife, કહી નાખ્યું આમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ થોડા સમય પહેલાં જ સૈફ અલી ખાને પોતાની દીકરી સારા અલી ખાનની ફિલ્મી કરિયરને લઈ વાત કરી હતી અને કહ્યું હતું કે તે સારાના ડેબ્યૂને લઈ ઘણો જ નર્વસ છે. જોકે, સૈફની આ વાતોથી તેની પૂર્વ પત્ની અમૃતા સિંહ ઘણી જ ગુસ્સે ભરાઈ હતી. તેણે તરત જ પૂર્વ પતિ સૈફને ફોન કરીને ધમકાવી નાખ્યો હતો. 

શું કહ્યું હતું સૈફેઃ
સૈફે ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે પોતાની દીકરીને ઘણો જ પ્રેમ કરે છે. જોકે, તે તેની એક્ટિંગ કરિયરને લઈ નર્વસ છે. તેણે બોલિવૂડમાં આવાવનું શા માટે વિચાર્યું. તે જ્યાં ગ્રેજ્યુએટ થઈ તેણે ત્યાં જ કામ કરવાની જરૂર હતી. બોલિવૂડ કરિયર સફળતાની કોઈ ગેરંટી આપતી નથી. 

રોષે ભરાયેલી અમૃતાએ કહી આ વાતઃ
અમૃતાને સૈફની આ વાતો બિલકુલ પસંદ આવી નહોતી અને તેણે તરત જ સૈફને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે તેની આ વાતો બિન-જવાબદાર પૂર્ણ છે. સૈફ આ વાતને વધુ આગળ ખેંચવા માંગતો નહોતો અને તેથી જ તેણે પૂર્વ પત્નીના ગુસ્સાને શાંત પાડતા કહ્યું હતું કે તે ભૂલથી આ વાત બોલ્યો હતો. સૈફની આ વાત સાંભળ્યા બાદ અમૃતાએ રાહતનો શ્વાસ લીધો હતો. 

અમૃતા ફોન બાદ સૈફે સારાને લઈ આમ કહ્યું:
અમૃતા સાથે ફોન પર વાત કર્યાં બાદ સૈફે તરત જ સારાની ફિલ્મી કરિયરને લઈને કહ્યું હતું કે તે પોતાની દીકરીને ઘણો જ પ્રેમ કરે છે અને તેના દરેક નિર્ણયમાં સપોર્ટ કરે છે. તેણે ફિલ્મમાં આવવાનું વિચાર્યું તે સારું કર્યું. તે આર્ટીસ્ટ પરિવારમાંથી આવે છે અને તેથી તે એક્ટ્રેસ બની ગઈ છે. જોકે, આ કરિયર સ્ટેબલ ના હોવાથી તે થોડો ચિંતિત હોય છે. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો સૈફે કહ્યું હતું અમૃતા તેને કહેતી નાલાયક....)
અન્ય સમાચારો પણ છે...