બોલિવૂડ દિગ્ગજ શશિ કપૂરનું લાંબી બીમારી બાદ અવસાન, બોલિવૂડમાં ઘેરો શોક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂ઼ડ દિગ્ગજ શશિ કપૂરનું લાંબી બીમારી બાદ 79 વર્ષની ઉંમરે ચાર ડિસેમ્બરના રોજ અવસાન થયું હતું. શશિ કપૂર છેલ્લાં ઘણાં સમયથી બીમાર હતાં. તેમણે કોકિલાબેન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં. તેઓ છેલ્લાં ઘણાં વર્ષોથી એકલા જ રહેતા હતાં અને જાહેર જીવનમાં ભાગ્યે જ જોવા મળતાં હતાં. 

 

બાળ કલાકાર તરીકે શરૂ કરી હતી કરિયરઃ

રાજ કપૂર અને શમ્મી કપૂરના નાના ભાઈ 76 વર્ષિય શશી કપૂરે પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત 1948માં આવેલી ફિલ્મ 'આગ'માં બાળ કલાકાર તરીકે કરી હતી. ત્યાર બાદ 1961માં આવેલી 'ધરમપુત્ર' દ્વારા તેમણે હિરો તરીકે રૂપેરી પડદે ઝંપલાવ્યું હતું.

આ ફિલ્મ્સમાં કર્યું હતું કામઃ
કપૂર સાહેબે 'જબ જબ ફૂલ ખીલે', 'કન્યાદાન', 'પ્યાર કા મૌસમ,' 'શર્મિલી', 'આ ગલે લગ જા','ફકિરા', 'ચોર મચાયે શોર', મુક્તિ','સત્યમ,શિવમ,સુંદરમ્','દિવાર','સુહાગ','શાન' જેવી ફિલ્મોમાં યાદગાર અભિનય કર્યો છે.


2011માં વર્ષે ભારત સરકારે કપૂર સાબેહને 'પદ્મ ભૂષણ' એનાયત કરી તેમનું બહુમાન કર્યું હતું.

 

 

જુઓ, શશિ કપૂરની ખાસ તસવીરો

અન્ય સમાચારો પણ છે...