શશિના ઘરે ક્રિસમસ પર ભેગો થતો'તો કપૂર પરિવાર, Familyની આજ ને ગઈકાલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ શશિ કપૂર દર વર્ષે નાતાલના દિવસે ફેમિલી લંચનું આયોજન કરતા હતાં. આ દિવસે કપૂર પરિવારના મોટા ભાગના સભ્યો અચૂકથી હાજર રહેતા હોય છે. કપૂર પરિવાર સાથે મળીને એક ગ્રૂપ ફોટો જરૂરથી પડાવે છે. કપૂર પરિવારને ખ્યાલ છે કે તેમનો ગ્રૂપ ફોટો ચાહકોમાં ઘણો જ લોકપ્રિય છે. 


પૃથ્વીરાજ કપૂરથી લઈને રણબિર કપૂર સુધી આ પરંપરા ચાલી આવી છે. પૃથ્વીરાજ કપૂર પણ કોઈ પ્રસંગે એક ફેમિલી ફોટો જરૂરથી પડાવતા હતાં. ત્યારબાદ રાજકપૂરે આ પરંપરાનું વહન કર્યું હતું. રાજ કપૂર બાદ આ વારસો તેમના સંતાનોમાં આવ્યો છે. 


હોળી હોય કે પછી દિવાળી, લગ્ન કે પછી કોઈ ફિલ્મ પ્રીમિયર, કપૂર પરિવાર એક સાથે હોય તો એક ગ્રૂપ ફોટો હોય જ છે. ગૂગલ પર પણ જો કપૂર ફેમિલી કરીને સર્ચ કરવામાં આવે તો આવા અઢળક ફોટોગ્રાફ મળી આવે છે. 


શશી કપૂરની ક્રિસમસ પાર્ટીમાં એક ગ્રૂપ ફોટો 2014માં સોશ્યિલ મીડિયામાં ઘણો જ વાયરલ થયો છે. અમે તમને 1980ના વર્ષની એક તસવીર લઈને આવ્યા છે. આ તસવીર રાજ કપૂરના જન્મદિવસ 14 ડિસેમ્બર, 1980ની આસપાસ હોય તેમ લાગી રહ્યું છે.


(જુઓ, 1980-81ના વર્ષની કપૂર પરિવારની તસવીર તથા ફેમિલી ટ્રી.....)

અન્ય સમાચારો પણ છે...