તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવતા વર્ષે શરૂ થશે સંજુબાબાની એક્શન ફિલ્મ, પ્રોડ્યુસરે કરી પુષ્ટિ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ બોલિવૂડ એક્ટર સંજય દત્ત પોતાની બીજી ઈનિંગ સિદ્ધાર્થ આનંદની એક્શન ફિલ્મથી શરૂઆત કરવાનો હતો. આ માટે સંજુબાબાએ પોતાના ફિઝીક પર કામ કરવાની શરૂઆત કરી દીધી હતી. જોકે, પછી ચર્ચા હતી કે સિદ્ધાર્થ આનંદ રીતિક સાથે એક ફિલ્મ બનાવી રહ્યો છે.

સિદ્ધાર્થે કહ્યું હતું કે સ્ક્રિપ્ટ યોગ્ય ના હોવાને કારણે ફિલ્મ પડતી મૂકાઈ હતી. જોકે, હવે આ એક્શન ફિલ્મ નિર્માતા ગિરીશ જોહર બનાવી રહ્યો છે. તેણે હાલમાં જ કહ્યું હતું કે સ્ક્રિપ્ટ પર કામ ચાલું છે. સંજય પણ પ્રિ પ્રોડક્શન વર્ક કરી રહ્યો છે. આવતા વર્ષે આ ફિલ્મનું શૂટિંગ શરૂ થશે. મોટા ભાગનું શૂટિંગ યુરોપમાં કરવામાં આવશે.

આ ફિલ્મમાં ક્રિતિ સેનને લેવામાં આવી હોવાની ચર્ચા હતી. જોકે, ગિરીશે આ વાતનો ઈનકાર કર્યો હતો અને કહ્યું હતું કે હજી સુધી એક પણ એક્ટ્રેસને સાઈન કરવામાં આવી નથી. કાસ્ટિંગ હજી બાકી છે. ફિલ્મનું ટાઈટલ હજી નક્કી થવાનું બાકી છે.

ગિરીશ જોહરે કહ્યું હતું કે આ પ્રોજેક્ટ અંગે વધુ માહિતી આપી શકાય તેમ નથી પરંતુ આવતા વર્ષે ફિલ્મ ફ્લોર પર જશે. ઉલ્લેખનીય છે કે સંજયે આ ફિલ્મને લઈને આશા જ છોડી દીધી હતી. તેણે વિધુ વિનોદ ચોપરાની બહેન શૈલી ચોપરાની ફિલ્મ 'મારકો ભાઉ' પર ફોક્સ કરવાની તૈયારી શરૂ કરી છે. જોકે, આ એક્શન ફિલ્મ શરૂ થતાં સંજય ઉત્સાહિત થઈ ગયો છે. આ સિવાય 'ખલનાયક'ની રીમેક તથા 'મુન્નાભાઈ 3' પણ ચર્ચામાં છે.

ટોક શોમાં મળ્યો ચાહકોનેઃ
સંજય દત્તે તાજેતરમાં જ એક ટોક શોમાં હાજરી આપી હતી. આ શોને ગુંજન ઉતરેજાએ હોસ્ટ કર્યો હતો. શાંઘાઈમાં આ શો યોજવામાં આવ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો