મુંબઈઃ છેલ્લાં કેટલાંય સમયથી બોલિવૂડ એક્ટર સલમાન ખાનના લગ્નને લઈને ચર્ચાઓ થઈ રહી છે. દરેક વખતે સલમાન ખાન લગ્નને લઈને નવો જ જવાબ આપે છે. જોકે, તાજેતરમાં જ સલમાન ખાને સાનિયા મિર્ઝાની ઓટોબાયોગ્રાફી લોન્ચ કરી હતી. અહીંયા સલમાને પોતાની વેડિંગ ડેટને લઈને વાત કરી હતી.
18 નવેમ્બરે કરીશ લગ્નઃ
ઓટોબાયોગ્રાફી લોન્ચિંગ પ્રસંગે પણ સલમાનને લગ્નને લઈને સવાલ કરવામાં આવ્યો હતો. સલમાને કહ્યું હતું કે 18 નવેમ્બર, જે છેલ્લાં 25 વર્ષથી ચાલતી આવે છે. જોકે, વર્ષ કયું હશે, તે તેને ખ્યાલ નથી. સલમાને આ જવાબ આપ્યા બાદ સાનિયા મિર્ઝાએ વચ્ચે કહ્યું હતું કે વાંધો નહીં. ઘણી સ્ત્રીઓને કોઈ જ વાંધો નથી કે તે(સલમાન) હજી સુધી લગ્ન કર્યાં નથી. તો સામે સલમાને કહ્યું હતું કે તેની મોમ તથા બહેનોને તેણે હજી સુધી લગ્ન નથી કર્યાં તે સામે વાંધો છે.
સલીમ-સલમાની વેડિંગ ડેટ છે 18 નવેમ્બરઃ
ઉલ્લેખનીય છે કે સલમાનના પેરેન્ટ્સ સલીમ ખાન તથા સલમા ખાનની વેડિંગ એનિવર્સરી 18 નવેમ્બર છે. સલમાનની બહેન અર્પિતાએ પણ આ જ દિવસે હૈદરાબાદના ફલકનુમા પેલેસમાં 2014માં આયુષ શર્મા સાથે લગ્ન કર્યાં હતાં.
(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, સલમાને લોન્ચ કરી સાનિયા મિર્ઝાની ઓટોબાયોગ્રાફી...)