• Gujarati News
  • Actor Salman Khan To Travel As State Guest To Himachal Pradesh On Monday

બહેનનાં રિસેપ્શનમાં આવી પહોંચ્યો સલમાન, હિમાચલ સરકારે બનાવ્યો સરકારી મહેમાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ સલમાન ખાન)
મંડીઃ બોલિવૂડ સ્ટાર સલમાન ખાન પોતાની બહેન અર્પિતાનાં રિસેપ્શનમાં હાજરી આપવા માટે 25મેના રોજ બપોરે હિમાચલ પ્રદેશ આવી ગયો હતો. સલમાનને સ્ટેટ ગેસ્ટ એટલે કે સરકારી મહેમાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. સલમાનને ધર્મશાલાથી મંડી આવવા માટે હેલિકોપ્ટર આપવામાં આવ્યું હતું. નોંધનીય છે કે 18 નવેમ્બરના રોજ અર્પિતાનાં લગ્ન કોંગ્રેસી નેતા સુખરામના પૌત્ર આયુષ સાથે થયા હતાં. લગ્નના સાત મહિના બાદ મંડીમાં રિસેપ્શન યોજવામાં આવ્યું છે. હિમાચલ સરકારમાં આયુષના પિતા અનિલ શર્મા કેબિનેટ મંત્રી છે.

સીએમ આવશેઃ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અર્પિતા અને આયુષના રિસેપ્શનમાં મુખ્યમંત્રી વીરભદ્ર સિંહ પણ હાજર રહેશે. આ સિવાય કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહેશે. પંડિત સુખરામ અને અનિલ શર્માએ અલગ-અલગ આમંત્રણ આપ્યું છે.

મંડી પહોંચ્યા ખાન પરિવારઃ
ખાન પરિવાર રિસેપ્શનમાં હાજરી આપવા માટે 24મી મેના રોજ આવી ગયો હતો. અર્પિતાની બંને માતા, ભાઈઓ, ભાભી, બહેન અલવિરા સહિતના પરિવારજનો આવી ગયા છે. આ સિવાય ખાન પરિવારના નિકટના સંબંધીઓ તથા મિત્રો પણ આવી ગયા છે. ખાન પરિવાર પહેલી જ વાર મંડી આવ્યો છે અને તેથી આયુષના પરિવારે ચંદીગઢ તેમને રીસિવ કર્યા હતાં. મંડી પહોંચ્યા બાદ અનિલ શર્માએ જાતે આવીને તેમનું સ્વાગત કર્યું હતું.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ સલમાન ખાન હિમાચલ પ્રદેશ આવી પહોંચ્યો...)