શર્ટલેસ સલમાને આ અંદાજમાં ફ્લોન્ટ કરી મસ્ક્યુલર બોડી, સામે આવ્યો PHOTO

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈ : સલમાન ખાન દરેક ફિલ્મમાં પોતાની 100 ટકા મહેનત કરવા માટે જાણીતો છે. તેણે પોતાની અપકમિંગ ફિલ્મ ‘ટાઈગર જિંદા હૈ’ માટે પોતાના ફિઝિક પર ખૂબ જ મહેનત કરી છે. સોર્સનું માનીએ તો સલમાને શૂટિંગ શરૂ થયાના ત્રણ મહિન પહેલાથી જ જીમમાં પરસેવો પાડવાનું શરૂ કરી દીધુ હતુ. થોડા સમય પહેલા જ સલમાનનો એક શર્ટલેસ ફોટો સામે આવ્યો છે, જેમાં તેની મસ્ક્યુલર બોડી જોવા મળી રહી છે. ખૂબ જ કિલર લાગી રહ્યો છે સલમાન...


-આમ તો સલમાનને ફેન્સે અનેક વખત શર્ટલેસ જોયો છે પરંતુ આવું ફિઝિક તેને ક્યારેય નથી બનાવ્યું.
-ફિલ્મના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરે એક લીડિંગ ડેઈલી સાથે વાત કરતા જણાવ્યું ‘સલમાને ઓસ્ટ્રિયામાં શૂટ શરૂ કરવાના ત્રણ મહીના પહેલાથી વર્કઆઉટ કરવાનું શરૂ કરી દીધુ હતુ, જેથી ફિલ્મ માટે જરૂરી ફિટનેસ લેવલ મેઈન્ટેન કરી શકે છે’
-જિમિંગ જ નહીં સલમાને ઓસ્ટ્રિયાના બરફના પહાડો પર શૂટ કરવા માટે એલ્ટીટ્રયૂટ ટ્રેનિંગ પણ લીધી છે, જે તેની માટે ખૂબ મોટું ચેલેન્જ બની રહ્યું હતુ.
-તે ઉપરાંત સલમાને આટલા ઠંડા વાતાવરણમાં પણ સાઈકલિંગ પણ કરી હતી.
-પોતાના ફિઝિક મેઈન્ટેઈન કરવા માટે તેણે પોતાના ડાઈટનું પણ ખાસ ધ્યાન રાખ્યું છે.
-શૂટિંગ દરમિયાન સલમાને માત્ર હાઈ પ્રોટીન ડાઈટ લીધી છે અને કાર્બ્સથી દૂર રહ્યો છે.


આગળની સ્લાઈડ્સમાં વાંચો, સલમાન ખાન વિશે વધુ ઈન્ફોર્મેશન....

અન્ય સમાચારો પણ છે...