રણબિર કપૂરે વધાર્યું વજન, Transformation પછી દેખાવા લાગ્યો છે એકદમ જાડિયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ બોલિવૂડ એક્ટર રણબિર કપૂર તાજેતરમાં જ અનુરાગ બાસુ સાથે સંજય દત્તના ઘરે આવ્યાં હતાં. આ સમયે રણબિર કપૂરને ઓળખવો તદ્દન મુશ્કેલ હતો. તેના લુકથી લઈ ચાલવાની સ્ટાઈલ સંજય દત્તને ખાસ્સી મળતી આવી હતી. રણબિર કપૂર હાલમાં સંજય દત્તની બાયોપિકમાં કામ કરી રહ્યો છે. રણબિર કપૂરે 13 કિલો વજન વધાર્યું છે.

250 કલાકથી વધુવાર જોયા સંજય દત્તના ફૂટેજઃ
- સંજય દત્ત જેવા દેખાવ માટે રણબિરે ઘણી જ મહેનત કરી છે.
- સંજય દત્ત જેવી બૉડી બનાવવા માટે રણબિરે રાણા દુગ્ગુબાતીના ફિટનેસ ટ્રેનર કુણાલ ગીર પાસેથી ટ્રેનિંગ લીધી છે.
- રણબિરે એક્ટર સંજય દત્તના ઓલ્ડ ફૂટેજ પણ જોયા છે. તેણે 250 કલાકથી વધુવાર સંજય દત્તના આ ફૂટેજ જોયા છે, જેથી રોલમાં કંઈ ભૂલ ના રહી જાય.
- રણબિર મીટ ખાતો નથી. તે મોટા ભાગે વેજ ફૂડ ખાય છે. જો તેણે મીટ ખાવું જ હોય તો તે માછલી લે છે. 

રાજકુમાર હિરાણી બનાવે છે ફિલ્મઃ
- સંજય દત્ત પર આધારિતા આ ફિલ્મ ડિરેક્ટર રાજકુમાર હિરાણી બનાવી રહ્યાં છે.
- ફિલ્મના નિર્માતા વિધૂ વિનોદ ચોપરા છે. 
- રિપોર્ટ્સ પ્રમાણે, માન્યતા દત્તનો રોલ દિયા મિર્ઝા કરે છે, જ્યારે નરગીસનો રોલ મનિષ કોઈરાલા કરશે.
- ફિલ્મ ક્યારે રીલિઝ થશે, તે હજી નક્કી નથી. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, સંજુબાબાના ઘરે આવેલો રણબિર કપૂર...)
અન્ય સમાચારો પણ છે...