તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેવાઈને યાદ કરીને અમિતાભ બચ્ચનની આંખી થઈ ભીની, આમ પ્રગટ કર્યો શોક

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ ઐશ્વર્યા રાય બચ્ચનના પિતા કૃષ્ણારાજ રાયે 18 માર્ચના રોજ લીલાવતી હોસ્પિટલમાં સાંજે ચાર વાગે અંતિમ શ્વાસ લીધા હતાં. કેન્સરને કારણે તેઓ છેલ્લાં કેટલાંક દિવસોથી હોસ્પિટલમાં હતાં અને છેલ્લાં આઠેક દિવસથી વેન્ટિલેટર પર હતાં. અમિતાભ બચ્ચને પોતાના વેવાઈના નિધન પર શોક પ્રગટ કર્યો હતો. 

આમ કરી ટ્વિટઃ
અમિતાભ બચ્ચનને 18 માર્ચના રોજ રાત્રે ટ્વિટર પર ટ્વિટ કરી હતી, ' મોત અંત નથી...આ શબ્દોથી પરિભાષિત કરી શકાય નહીં....''

અંતિમવિધિમાં સામેલ થયા આ સેલેબ્સઃ
એશના પિતાનું અવસાન થતાં જ બોલિવૂડમાંથી અનેક સેલેબ્સ એશના ઘરે(પિયર) આવી ગયા હતાં. શાહરૂખ ખાન, અનિલ અંબાણી, સંજય લીલા ભણશાલી, રણધિર કપૂર, બંટી વાલિયા, જેપી દત્તા, સૌફી ચૌધરી, પુનિત મલ્હોત્રા સહિતના સેલેબ્સ અંતિવિધિમાં સામેલ થયા હતાં.

કૃષ્ણારાજને હતું કેન્સરઃ
કૃષ્ણારાજને કેન્સર હોવાથી છેલ્લાં એક મહિનાથી લીલાવતી હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. છેલ્લાં પાંચ-છ દિવસ તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતાં. પિતાને જ્યારે વેન્ટિલેટર પર શીફ્ટ કરવામાં આવ્યા ત્યારે એશ પતિ સાથે અડધી રાત્રે લીલાવતી હોસ્પિટલ ગઈ હતી. પિતાની હાલત જોઈને એશ ઘણી જ ગભરાઈ ગઈ હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો