અક્ષય કુમારનો ખુલાસો, ''નાનપણમાં લિફ્ટમાં થઈ'તી ગંદી હરકત''

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ બોલિવૂડમાં પોતાના એક્શન તથા કોમેડીને કારણે જાણીતા બનેલા અક્ષય કુમારે બહુ મોટો ખુલાસો કર્યો હતો. હ્યુમન ટ્રાફિકિંગ પર આયોજીત ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં અક્ષયે કહ્યું હતું કે નાનપણમાં તે સેક્સ્યૂઅલ એબ્યૂઝનો શિકાર બન્યો હતો. અક્ષયે કહ્યું હતું કે નાનપણમાં જ્યારે લિફ્ટમેને તેને ખોટી રીતે ટચ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ વાત અક્કીએ તેના પેરેન્ટ્સને કરી હતી. પછી ખ્યાલ આવ્યો કે લિફ્ટમેને આ પહેલાં પણ ઘણાં જ નાના બાળકોને આ રીતે હેરાન કર્યાં હતાં.

પેરેન્ટ્સ બાળકોને બોલતા શીખવેઃ
અક્ષય કુમારે વધુમાં કહ્યું હતું કે આજકાલ આવા કેસ વધતા જાય છે. બાળકો સાથે ખોટું થાય છે પરંતુ તેઓ શૅર કરી શકતા નથી. આથી જ પેરેન્ટ્સે બાળકોને આ બાબતોમાં સચેત કરવાની જરૂર છે અને આ અંગે બોલે તે પણ જરૂરી છે. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે અક્ષય કુમાર...)
અન્ય સમાચારો પણ છે...