તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ પાંચ કારણોથી એકદમ અલગ છે અજય દેવગણની 'શિવાય'નું આ Song

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ બોલિવૂડ એક્ટર અજય દેવગણની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ 'શિવાય'નું ટ્રેલર લોન્ચ થઈ ચૂક્યું છે. હવે, આ ફિલ્મનું ટાઈટલ ટ્રેક 'બોલો હર હર..' પણ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ સોંગ અન્ય સોંગ કરતાં તદ્દન અલગ છે.

કેવી રીતે 'બોલો હર હર..' પડે છે અલગઃ
1. ડિફરન્ટ કમ્પોઝિશનઃ
ફિલ્મનું આ ગીત ટિપિકલ હિંદી ફિલ્મ્સના ગીતોને બદલે અલગ જ રીતે કમ્પોઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં અંતરા તથા મુખડાની સ્ટાઈલને બદલે મ્યૂઝિક ડિરેક્ટર મિથુને અલગ અલગ મંત્રોને જ પોતાની સ્ટાઈલમાં સંગીતની સાથે ફિટ કરી દીધું છે. જે સાંભળવામાં ઘણું જ અલગ લાગે છે.

2. મલ્ટીપલ સિંગર્સઃ મિથુને આ ગીતમાં મલ્ટીપલ સિંગર્સનો પ્રયોગ કર્યો છે. જ્યાં આ ગીત મોહિત ચૌહાણની સાથે શરૂ થાય છે તો સુખવિંદર સિંહ, બાદશાહની સાથે આગળ વધે છે. આ સાથે જ ઝારખંડની મેઘા શ્રીરામે પણ આ ગીતમાં પોતાનો સ્વર આપ્યો છે.

3. ગીતના શબ્દોઃ આ ઘણું જ અલગ ગીત છે, જેમાં ટિપિકલ ગીતના શબ્દોને બદલે સંદિપ શ્રીવાસ્તવે અલગ-અલગ મંત્રોનો પ્રયોગ કર્યો છે.

4. અજય દેવગણઃ આ ગીતમાં અજય દેવગણની હાજર ગીતને વધુ રસપ્રદ બનાવે છે. અલગ-અલગ સમય પર અજય દેવગણના શોર્ટ્સ ગીતને વિઝ્યુઅલી રિચ બનાવે છે.

5. ડિરેક્શનઃ આ ગીતના વીડિયોને ચંદન અરોરાને ઘણી જ સારી રીતે ડિરેક્ટ કર્યો છે. પહેલે ફ્રેમથી લઈને અંતિમ શોટ સુધી વીડિયો લાજવાબ લાગે છે. અંતિમ શોટમાં અજય દેવગણની આંખને 90 ડિગ્રીના એન્ગલ પર ફરીને તેની ત્રીજી આંખ બતાવે છે.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, ગીતની ઝલક તસવીરોમાં....)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો