તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કપિલ શર્મા પાસેથી લાંચ માગી, મોદીને ટ્વિટ કરતા ફડણવીસ દોડતા થયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈ: ભારતની ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીના સફળ કોમેડિયન કપિલ શર્માએ દાવો કર્યો છે કે, ઓફિસનું નિર્માણ કરવા માટે તેની પાસેથી રૂ. પાંચ લાખની લાંચ માંગવામાં આવી હતી. ટ્વિટર પર આ વાતની જાહેરાત કરતા તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ટેગ કર્યા હતા અને પૂછ્યું હતું, "શું આ તમારા અચ્છે દિન છે ?" મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ મામલે કડક પગલાં લેવા BMC તથા મ્યુનિસિપલ કોર્પોરેશનને સૂચના આપી છે.
મુંબઈ પોલીસે પાઠવ્યા કપિલ શર્માને સમન્સ
કપિલ શર્માએ લાંચના આરોપ લગાવ્યા બાદ બીજેપીના ધારાસભ્ય રામ કદમે બીએમસી સામે ફરિયાદ કરી હતી. આ ફરિયાદને પગલે મુંબઈ પોલીસે કપિલને સમન્સ પાઠવ્યા છે. જેમાં તેની આખી ઘટના મામલે વિગતે પૂછપરછ કરવામાં આવશે.
કપિલે આપ્યું નથી લાંચ માગનારનું નામ
divaybhaskar.comએ બીએમસીના ચીફ ઓફિસર મનોહર પવાર સાથે વાતચીત કરી હતી. તેમના મુજબ, અમે કપિલ શર્માનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી લાંચ માગનારા વ્યક્તિની ઓળખ આપવા કહ્યું હતું. પરંતુ હજુ સુધી તેણે અમને નામ કહ્યું નથી.
કપિલને તમામ વિગતો આપવા કહી મોકલ્યો લેટર
ત્યાર બાદ બપોરે બીએમસીની મુખ્ય ઓફિસ ખાતે ચીફ ઓફિસર મનોહર પવારે એક પ્રસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, બીએમસીના વિજીલન્સ ડિપાર્ટમેન્ટના ચીફ એન્જીનીયરે પ્રતિક્રિયા આપી કે, અમે કપિલને તમામ પ્રકારની વિગતો આપવા માટે કહ્યું છે. અમે તેને લેટર પણ મોકલી દીધો છે. દોષિતો સામે ચોક્કસ પગલા લઈશું.
કરીશું નિયમો મુજબ કાર્યવાહી
કોર્પરેશન કપિલના આ કેસની ગંભીરતાથી લઈ રહ્યું છે. અમે કોઈપણ પ્રકારનો ભ્રષ્ટાચાર સાંખી નહીં લઈએ. કપિલ તરફથી નામ જાણવા મળ્યા બાદ અમે કાયદાયકીય અને નિયમો મુજબની કાર્યવાહી કરીશું. કપિલે બીએમસીને કોઈ ફોર્મલ કમ્લેઈન આપી નથી.
કપિલના ગેરકાયદેસર બાંધકામ મુદ્દે ચીફ ઓફિસર ચૂપ
આ પહેલા સમાચાર આવ્યા હતા કે, કપિલ શર્માએ અંધેરી સ્થિત પોતાની ઓફિસમાં ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું. આ બિલ્ડીંગ માટે ગ્રાઉન્ડ પ્લસ વનની જ મંજુરી આપવામાં આવી હતી. પરંતુ શર્માએ ગેરકાયદેસર રીતે બીજો ફ્લોર પણ બનાવી નાંખ્યો. માત્ર એટલું જ નહીં, પાછળની સ્લાઈડમાં એક રૂમ પણ બનાવી નાંખ્યો છે. 16 જુલાઈના રોજ તેને કામ રોકવા માટે નોટિસ પણ ફટકારવામાં આવી હતી. પરંતુ તેનો તેણે કોઈ જવાબ આપ્યો નહોતો કે બાંધકામ પણ અટકાવ્યું નહોતું. 4 ઓગસ્ટ બીએમસીએ તેના બાંધકામનું ડિમોલીશન કર્યું. આ સમાચાર અંગે બીએમસીના ચીફ ઓફિસર મનોહર પવારે કોઈપણ પ્રકારની ટીપ્પણી કરવાનું ટાળ્યું હતું.
કપિલ શર્માએ ટ્વિટ કરતાં થયો ખળભળાટ

શુક્રવારે સવારે 5.53 કલાકે લખ્યું, "I am paying 15 cr income tax from last 5 year n still i have to pay 5 lacs bribe to BMC office for making my office @narendramodi " પાંચ વર્ષ રૂ. 15 કરોડનો ટેક્સ ચૂકવું છું. છતાં ઓફિસ બનાવવા માટે બીએમસી (બૃહૃણ મુંબઈ કોર્પોરેશન) કચેરીને રૂ. પાંચ લાખની લાંચ આપવી પડે તેમ છે. લગભગ વીસ મિનિટ બાદ વધુ એક ટ્વિટમાં કપિલે લખ્યું, "Yeh hain aapke achhe din ? @narendramodi " શું આ તમારા અચ્છે દિન છે ? નરેન્દ્ર મોદી. સાડા ત્રણ કલાકમાં ત્રણેક હજાર લોકોએ કપિલ શર્માની ટ્વિટને રી-ટ્વિટ કરી હતી. જ્યારે ત્રણેક હજાર લોકોએ ટ્વિટને લાઈક કરી હતી.
આગળની સ્લાઈડ્સમાં ફડણવીસે આપેલા તપાસના આદેશ, રાજકીય પ્રતિક્રિયા અને બીએમસીએ મોકલેલા લેટર અંગે જાણવા આગળ ક્લિક કરો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો