કિરણ અને આમિર આ રીતે પડ્યા હતા એકબીજાના પ્રેમમાં, વાંચો રોચક કિસ્સાઓ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇઃરાઇટર અને એક્ટર અમીન હાજી આમિર ખાનનો બાળપણનો મિત્ર છે. બંન્નેની મિત્રતા 90ના દાયકામાં શરૂ થઇ હતી. બંન્નેએ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે અને આટલા વર્ષો પછી પણ એકબીજાના સંપર્કમાં છે. આમિરના બર્થ-ડેના અવસર પર અમીને divyabhaskar.com સાથે ખાસ વાતચીત કરી હતી અને આમીરની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફની અનેક વાતો જણાવી હતી.  ‘લગાન’ના સેટ પર નહીં પણ અહીં થઈ હતી કિરણ સાથે પહેલી મુલાકાત
 
અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે, આમિર ખાન અને કિરણ રાવ ફિલ્મ ‘લગાન’ના શૂટિંગ દરમિયાન એકબીજાના નજીક આવ્યા હતા પરંતુ આમિરના મિત્રએ આ વાતને ખોટી સાબિત કરતા કહ્યું કે,'' બંન્ને અગાઉથી જ એકબીજાને ઓળખતા હતા. આમિર અને કિરણ ‘દિલ ચાહતા હૈ’ના શૂટિંગ દરમિયાન એકબીજાના નજીક આવ્યા હતા. કિરણ આ ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે જોડાયેલી હતી. આ ફિલ્મથી આમિર અને કિરણની મિત્રતાની શરૂઆત થઇ હતી.''
 
બદલી નાંખ્યો 'લગાન'નો ક્લાઈમેક્સ
તે આગળ કહે છે ''1998ની આ વાત છે, જ્યારે આશુતોષ ગોવારિકરે મને લગાનની વાર્તા સંભળાવી હતી. જ્યારે આમિર આ ફિલ્મ સાથે જોડાયો અને ફિલ્મનો પ્રોડ્યુસર બન્યો તો તેણે વાર્તામાં ખૂબ ફેરફાર કર્યો. ક્રિકેટના બ્રેકડ્રોપ પર બેસ્ટ 'લગાન'ના ક્લાઇમેક્સમાં બે ઇનિંગ્સ બતાવવાની હતી. મને યાદ છે કે આમિરે આશુને કહ્યુ હતું કે, બે ઇનિંગ્સ બતાવવાથી ફિલ્મ લાંબી થઇ જશે. જ્યારે ક્લાઇમેક્સનું શૂટિંગ અગાઉની રાત્રે આમિર રાઇટર્સ સાથે બેઠા અને બે ઇનિંગ્સના ક્લાઇમેક્સને એક ઇનિંગમાં બદલી દીધો. આ છે આમિરની તાકાત. તેણે યોગ્ય સમયે ફેરફાર કર્યો અને શૂટિંગ પણ અટક્યું નહીં.''
 
આગળની સ્લાઈડ્સમાં જાણો આમિર ખાને કઈ રીતે કોકાકોલાને આપી ટેગ લાઈન
 
અન્ય સમાચારો પણ છે...