ફેશન કોન્ટ્રોવર્સી પર બિપાશાએ તોડ્યું મૌન, ઓપન લેટર લખી જણાવ્યું આવું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇઃ રોનિતા શર્મા રેખી દ્વારા લંડનમાં ઓર્ગનાઇઝ થયેલી ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં છેલ્લી ઘડીએ શો સ્ટોપર તરીકે આવવાની બિપાશાએ ના પાડી હતી. આ પછી તે ચર્ચામાં રહી હતી. ઓર્ગનાઇઝર્સે બિપાશા પર આરોપ લગાવ્યા હતાં કે તેમને બિપાશાના આવા વલણને કારણે 7800 પાઉન્ડની ખોટ ખાવી પડી છે. ત્યાં સુધી પણ ચર્ચા હતી કે રોનિતાએ બિપાશા અને કરણની રિટર્ન ફ્લાઇટ ટિકિટ પણ કેન્સલ કરી હતી. આ મામલે બિપાશાએ ઓપન લેટર લખી પોતાની વાત સામે રાખી છે
 
શું કહ્યું બિપાશાએ
બિપાશા બસુ આ સમગ્ર દરમિયાન મૌન રહી હતી. પરંતુ હવે તેણે પોતાનું મૌન તોડતાં એક ઓપન લેટર દ્વારા પોતાની વાત સામે રાખી છે. તેણે કહ્યું છે કે, "તાજેતરમાં જ મારા લંડન ફેશન શોમાં થયેલી ઘટના વિશે અનેક વાતો કરવામાં આવી રહી છે. મને લાગે છે કે મારે હવે આ અંગે બોલવું જોઇએ. મારું માનવું છે કે તમારી જાત પ્રત્યે અને તમારા નિયમોને વફાદાર રહેવું જોઇએ."
-"મેં જાતે જ મારી લડાઇ લડી છે. હું તેમના લેવલ જેટલી નીચી જઇ શકતી નથી. અમારૂ કામ જ એવું છે કે તેમાં ઉતાર-ચડાવ થયા કરે છે. માટે હું આવા પાયાવિહોણા અને સસ્તી નિંદા કરી ના શકું."
 
વિક્ટીમ કાર્ડ પ્લે કરી રહ્યાં છે ઓર્ગનાઇઝર્સ
- બિપાશાએ આગળ લખ્યું હતું કે, "ઉલટું મને આશ્ચર્ય થાય છે કે ડિફોલ્ટર્સ વિક્ટીમ કાર્ડ પ્લે કરી રહ્યા છે અને મનફાવે તેવી સ્ટોરી બનાવી રહ્યા છે. જેથી તેઓ મને ખોટી પાડી શકે. હું એ વાતથી પણ શોક્ડ છું કે કેટલાક મીડિયા પણ તેમને સપોર્ટ કરી રહ્યા છે. આ ઘટનામાં સોશ્યિલ મીડિયાને પણ માસ એટેક તરીકે વાપરવામાં આવી રહ્યું છે."
-આ ઘટનામાં તેણે આગળ જણાવ્યું હતું કે, "આ ડીલ કેટલીક શરતો પર નક્કી કરવામાં આવી હતી. જોકે, હું જ્યારે અહીં આવી ત્યારે મને લાગ્યું કે ઓર્ગનાઇઝર્સે નક્કી કરેલી શરતો પર ધ્યાન આપ્યું નથી. તેમણે કરેલા સુધારા મારા મેનેજર સાથે પણ ડિસ્કસ કર્યા ના હતાં."
 
આ પહેલા આવો ક્રુર વ્યવહાર ક્યારેય થયો નથી
-"હું હોસ્પિટાલિટી ડીલ પર પણ સહમત હતી પરંતુ આવી ખરાબ રીતે મને ક્યારેય પણ સાચવવામાં આવી નથી. મારી સેલ્ફ રિસ્પેક્ટ મારા માટે મહત્વની છે. તેઓ એવું ઇચ્છતા હતાં કે હું થોડું બાંધછોડ કરૂં. કારણકે તેઓ એવું માનતા હતાં કે મારૂ નામ ઓલરેડી પબ્લિસિટી માટે વપરાઇ ચૂક્યું છે.
-"અફવાઓથી વિપરીત હું જેવી લંડનમાં આવી કે તરત જ અમે અમારી રીતે હોટેલ બુકિંગ કરાવ્યું હતું. ઉપરાંત ટ્રાવેલ પણ અમે જ બુકિંગ કરાવ્યું હતું. બોલિવૂડનો એક ભાગ હોવાના કારણે મારી સાથે આ પ્રકારનો ક્રુર વ્યવહાર ક્યારેય કરવામાં આવ્યો નથી. આથી તે જગ્યાએ કોઇ બબાલ ઇચ્છતી ના હતી. જેથી મેં ઇવેન્ટથી દૂર રહેવાનું જ સારૂ માન્યું હતું."
 
મારા માટે સેલ્ફ રિસ્પેક્ટ મહત્વની છે
-"હું ઇચ્છું છું કે કેટલાક લોકોને મારા આ નિર્ણયથી દુખ થયું હશે પરંતુ હું માનું છું કે આપણે દરેકે સેલ્ફ રિસ્પેક્ટ માટે ઉભું રહેવું જોઇએ. અને જ્યાં તમારી સેલ્ફ રિસ્પેક્ટ જળવાતી ના હોય ત્યાંથી નીકળી જવું જોઇએ.
-"દુનિયામાં દરેક વસ્તુ ફ્રી મળતી નથી. આ માટે તમારે મહેનત કરવી પડે છે તેમજ કેટલીક શરતો નક્કી કરવી પડે છે. જ્યારે શરતો પૂરી થતી નથી ત્યારે તમારે શું કરવું તે નક્કી કરવાનું રહે છે. આટલું જ નહીં પરંતુ મારા મેનેજર વિશે જે કહેવાયું છે તે પણ ખોટું છે. આ ઘટના માટે ખૂબ હાસ્યાસ્પદ કારણો આપવામાં આવી રહ્યા છે. તે ખૂબ જ અપસેટ છે. આ સાથે જ હું બધી અટકળોને વિરામ આપું છું."
-"હું એ પણ સમજું છું કે સેલેબ્સ પબ્લિક ફિગર છે અને તેઓની દરેક હિલચાલ પર નજર રાખવામાં આવે છે. તેઓ ટીકા કરવા માટે એકદમ સોફ્ટ ટાર્ગેટ છે. તેઓના વિશે ગમે તેમ લખી શકાય છે. હું આશા રાખું છું કે જે રીતે બધું લખાઇ રહ્યું છે તેમાં ધ્યાન ના આપતાં પોતાની રીતે નિર્ણય લે.
અન્ય સમાચારો પણ છે...