આ એક્ટ્રેસે પ્રોડ્યુસર સાથે ગુપચુપ કરી સગાઇ, સેરેમનીમાં આવો હતો અંદાજ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇઃ સાઉથ ઇન્ડિયન ફિલ્મ્સની એક્ટ્રેસ ભાવનાએ કન્નડ ફિલ્મ પ્રોડ્યુસર નવીન સાથે 9 માર્ચના રોજ સિક્રેટ રીતે સગાઇ કરી લીધી છે. થોડા દિવસો પહેલા ભાવનાના સગાઇના ફોટોઝ સોશ્યિલ મીડિયા પર લીક થયા હતાં. સૂત્રોના જણાવ્યાનુસાર બન્નેની સગાઇ કોચ્ચિમાં એક પ્રાઇવેટ ફંક્શન દરમિયાન થઇ હતી. જોકે, આ બન્નેના લગ્નની તારીખ હજુ નક્કી થઇ નથી.
 
આ વર્ષે જ બન્ને કરશે લગ્ન
સૂત્રોના જણાવ્યાનુસાર ભાવનાનું કહેવું છે કે તેઓ આ વર્ષે જ લગ્ન કરશે. તે નવીનને છેલ્લા 5 વર્ષથી ઓળખે છે. ત્યાં સુધી કે નવીન પોતે જ ભાવનાની પહેલી કન્નડ ફિલ્મનો પ્રોડ્યુસર રહી ચૂક્યો છે. નોંધનીય છે કે કોચ્ચિમાં થયેલી સિક્રેટ સેરેમનીમાં ભાવનાના નજીકના ફ્રેન્ડ્સ અનુપ મેનન, એક્ટ્રેસ મંજૂ અને સંયુક્તા વર્મા પણ હાજર હતાં. એક્ટર પૃથ્વીરાજ સુકુમારને ભાવના અને નવીનને ફેસબુક પર શુભેચ્છા પાઠવતા લખ્યું હતું કે,"ન્યૂલી એંગેજ્ડ કપલ ભાવના અને નવીનને સગાઇની શુભેચ્છાઓ"
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ, ભાવના-નવીનની સગાઇના અન્ય Photos....
અન્ય સમાચારો પણ છે...