'બેગમજાન'નું ટ્રેલર રીલિઝ, વિદ્યા જોવા મળી બોલ્ડ અને આક્રમક અંદાજમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ આજે(14 માર્ચ) વિદ્યા બાલનની આગામી ફિલ્મ 'બેગમ જાન'નું ટ્રેલર રીલિઝ થઈ ગયું છે. શ્રીજીત મુખર્જી નિર્દેશિત આ ફિલ્મનું ટ્રેલર જોતા ફિલ્મમાં વિદ્યા બોલ્ડ અને આક્રમક રોલમાં જોવા મળશે. 1947ના સમયગાળા પર આધારિત છે ફિલ્મ
 
ફિલ્મ વર્ષ 1947ના સમયગાળા પર આધારિત છે. જેમાં ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ એક પેલેસ ખાલી કરાવવાની વાતને કેન્દ્રમાં રાખવામાં આવી છે. આ પેલેસમાં વિદ્યા વેશ્યાલય ચલાવતી હોય છે. તેમાં પણ બીજી રોચક વાત એ છે કે, ટ્રેલરમાં ચંકી પાંડે ઓળખી ના શકાય એવા લુકમાં જોવા મળ્યો છે.
 
વિદ્યા સિવાય આ ફિલ્મમાં ગૌહર ખાન, ચંકી પાંડે, આશિષ વિદ્યાર્થી, રજીત કપૂર, નસીરુદ્દીન શાહ, પલ્લવી શારદા અને મિષ્ટી ચક્રવર્તી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. શ્રીજીતે આ ફિલ્મ પોતાની જ બંગાળી ફિલ્મ 'રાજકાહિની'નું હિન્દી વર્ઝન બનાવ્યું છે. આ ફિલ્મ 14 એપ્રિલના રોજ રીલિઝ થશે.
 
આગળની સ્લાઈડ્સમાં 'બેગમ જાન'ના ટ્રેલરના ફોટોઝ અને વીડિયો
અન્ય સમાચારો પણ છે...